Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વડોદરા / મહીસાગરમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી, VTVના અહેવાલ બાદ GPCB થયું દોડતું

મહીસાગરમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી,  VTVના અહેવાલ બાદ GPCB થયું દોડતું

લેક્ટોસ કંપની દ્વારા ઘણાં વર્ષોથી મહીસાગર નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે છતાં પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી નથી કરવામાં આવી રહી. આ નદીમાંથી વડોદારવાસીઓ પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે ત્યારે તેમાં કેમિકલ ઠાલવતા લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે. ત્યારે હવે સવાલ એ છે કે, તંત્ર દ્વારા હજુ પણ કેમ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી. જો કે VTVના અહેવાલ બાદ ગણતરીના કલાકોમાં જ GPCB દોડતું થયું હતું.

 

વડોદરામાં કંપનીઓ દ્વારા પર્યાવરણનાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ મહીસાગર નદીમાં બેફામ કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. આ કંપનીઓ GPCBનાં નિયમોથી પર બનીને કેમિકલયુક્ત પાણી છોડી રહી છે.

મહીસાગર નદીનું પાણી વડોદરાનાં 10 લાખથી વધુ લોકો પી રહ્યાં છે ત્યારે તેમાં કેમિકલ ઠાલવતા લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે. VTVએ અહેવાલ રજૂ કર્યા બાદ GPCB તંત્ર એક કલાકમાં જ દોડતું થયું હતું. 

તમને જણાવી દઇએ કે વડોદરાનાં 10 લાખથી પણ વધુ લોકો આ મહીસાગર નદીનું પાણી પી રહ્યાં છે. ત્યારે નજીકની કંપનીઓ બેફામ રીતે આ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આ દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. પોઇચા પાસેથી પસાર થતી આ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. કંપની ઘણાં વર્ષોથી અહીં નદીમાં આ કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. ત્યારે કહી શકાય કે GPCBનાં અધિકારીઓનાં અહીં ખુલ્લેઆમ ધજીયા ઉડી રહ્યાં છે.

ત્યારે અહીં કેટલાંક પ્રશ્નો પણ ઉભાં થાય છે કે આખરે ઘણાં વર્ષોથી પાણી છોડવામાં આવતુ હોવા છતાં પણ તંત્ર કેમ અજાણ છે? શું તંત્ર ખરેખર અજાણ છે કે પછી મળતી મલાઇનાં કારણે આંખ આડા કાન કરી રહી છે? કેમ GPCBનાં અધિકારીઓ પગલાં નથી લઇ રહ્યાં? શું GPCB જ કેમિકલયુક્ત પાણી છોડવાની પરવાનગી આપે છે? આખરે કેમ આવી કંપનીઓ સામે કોઇ જ કાર્યવાહી નથી કરવામાં આવતી?

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ