બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં પૂર પીડિતો પર જ મહિલા કોર્પોરેટર ભડકી ઉઠ્યાં, કહ્યું 'તમે જોયાં વગર જ મકાનો લઇ લીધાં?'
Last Updated: 03:42 PM, 5 September 2024
વડોદરા: ભારે વરસાદ પછી વડોદરામાં પૂર આવી ગયું હતું. ત્યારે પૂરના પાણી ઉતર્યા પછી વડોદરામાં પૂરગ્રસ્ત લોકોની મદદ કરવાનું મૂકીને કોર્પોરેટર લોકો પર જ ભડક્યા. વોર્ડ નંબર 12ના ભાજપના કોર્પોરેટર ટ્વિન્કલ ત્રિવેદીએ લોકોને ઘણી ખરી ખોટી સંભળાવી.
ADVERTISEMENT
વડોદરામાં વોર્ડ 12ના ભાજપ કોર્પોરેટર ટ્વિન્કલ ત્રિવેદી વિવાદમાં આવી ગયા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોના હાલચાલ જાણવા કોર્પોરેટર પહોંચ્યા હતા. વોર્ડ નંબર 12ના ભાજપના કોર્પોરેટર ટ્વિન્કલ ત્રિવેદી બોટમાં પૂરગ્રસ્ત લોકોના હાલચાલ જાણવા પહોંચ્યા હતા, ત્યારે લોકોનો આક્રોશ કોર્પોરેટર સામે ભભૂકતા કોર્પોરેટર લોકો પર ભડકી પડ્યા. કોર્પોરેટર લોકોને ધમકાવતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.
ADVERTISEMENT
પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતમાં કોર્પોરેટરને લોકોએ ઘેરાવ કરી આડે હાથ લીધા, ત્યારે લોકોના ગુસ્સા સામે ટ્વિન્કલ ત્રિવેદી મર્યાદા ભૂલી ગયા. લોકોના રોષને થાળે પાડવાના બદલે ભાજપ કોર્પોરેટર ટ્વિન્કલ ત્રિવેદી લોકો પર જ તાડૂકી ઉઠ્યા. તેમણે પૂર પીડિતોને કહ્યું, આમ તો મારાથી આવી વસ્તુ ના કહેવાય છતાંય તમે જોયાં વગર જ મકાનો લઇ લીધાં? તમે અહીંયા મકાન શા માટે લીધા?
આ પણ વાંચો: કોણ છે આ હુસ્નની મલ્લિકા? જેને ટોપ એક્ટ્રેસ બનતા જ ધર્મ પરિવર્તન કરી દીધેલું, Photos જોઇ ફિદા થઇ જશો
સ્થાનિકોએ કહ્યું કે પાલિકાએ જ મકાનની મંજૂરી આપી એટલે મકાન લીધા. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે મદદના સમયે મદદ ન કરી અને લોકો પર કોર્પોરેટર ભડક્યા તે કેટલું યોગ્ય? ઘરે ઘરે મત માગવા જતા નેતાઓને આ વર્તન શોભે છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.