બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરા બન્યું ગુજરાતનું સૌથી ઠંડું શહેર, તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં તીવ્ર બન્યો ઠંડીનો ચમકારો
Last Updated: 10:37 AM, 30 November 2024
રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ શરુ થઈ ગયો છે આવામાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા તાપમાનમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ ન હોવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીની શરુઆત થઈ ગઈ છે જ્યાં પારો અચાનક ઘટી રહ્યો છે. રાજ્ય માટે શુક્રવારે પાંચ દિવસની આગાહી કરવામાં આવી હતી જેમાં વડોદરા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.
ADVERTISEMENT
5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શુક્રવારે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. રાજ્યના મધ્ય ભાગમાં પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. શુક્રવારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 16.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગુજરાતમાં સૌથી ઠંડું શહેર વડોદરા રહ્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટનો મોટો નિર્ણય, તમામ પીડિતોને વળતર ચૂકવવા આદેશ
વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે, પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.