બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / વડોદરા / Vadodara based comedian Parag Kansaras farewel a deep mourning in the comedy world

નિધન / વડોદરાના હાસ્ય કલાકાર પરાગ કંસારાની ચીરવિદાય, હાસ્ય જગતમાં ઘેરા શોકની લાગણી

Kishor

Last Updated: 12:07 AM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના હાસ્ય કલાકાર પરાગ કંસારાએ આજે વડોદરામાં હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

  • વડોદરાના હાસ્ય કલાકાર પરાગ કંસારાનું નિધન
  • ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના પહેલી સિરીઝના સ્પર્ધક હતા કંસારા
  • હાસ્ય જગતમાં પરાગ કંસારના નિધનથી શોક ફેલાયો

વડોદરાના હાસ્ય કલાકાર પરાગ કંસારાનું નિધન થયું છે. બહોળો ચાહક વર્ગ ધરાવતા પરાગ કંસારાએ આજે વડોદરા સ્થિત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા કલા જગતના ગગનમાં ગાબડું પડ્યું છે. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના પહેલી સિરીઝના સ્પર્ધક પરાગ કંસારાના નિધનથી શોક ફેલાયો છે.  તેમણે ખ્યાતનામ કલાકાર રાજુ શ્રીવાસ્તવ સાથે પણ કામ કર્યું છે અને મિમિક્રી આર્ટિસ્ટ તરીકે પણ યશસ્વી કામ કર્યું હતું.

ઘણા સમયથી મુંબઇ સ્થાયી હતા પરાગ કંસારા
 પરાગ કંસારા ઘણા સમયથી મુંબઇ સ્થાયી હતા વધુમાં તેઑ રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને અહેસાન કુરેશીના અંગત મિત્ર હતા. વડોદરા સ્થિત હોસ્પિટલમાં તેમણું આજે નિધન થયું હતું. ગોરવા ખાતેના નિવાસસ્થાનેથી  સાંજે તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. પરાગ કંસારાના નિધનને લઇને કોમેડિયન શુનિલ પાલે પણ તેમને સોશિયલ મીડિયા થકી શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધન થતાં પરાગ કંસારાએ 22 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ  શેર કરી દુ:ખ વ્યકત કર્યું હતું.
 
1 ડિસેમ્બર, 2007ના રોજ રાજુ શ્રીવાસ્તવ વડોદરામાં આવ્યા હતા
સોશિયલ મીડિયા પર શાબ્દિક શ્રધ્ધાંજલી આપતા પરાગ કંસારાએ લખ્યું હતું કે, રાજુ શ્રીવાસ્તવ મારા સાથી કલાકાર હતા અને 2005માં લાફ્ટર ચેલેન્જ કાર્યક્રમની શરુઆત વેળાએ તેઓ અમારી સાથે જોડાયેલા હતા.  તેઓ નિયમિતપણે યોગા અને શ્વાસોશ્વાસની ક્રિયા થકી પોતાના આરોગ્યની ખૂબ સંભાળ રાખતા હતા. વધુમાં એક પ્રસંગને ટાંકીને તેમણે જણાવ્યું કે  1 ડિસેમ્બર, 2007ના રોજ રાજુ શ્રીવાસ્તવ વડોદરામાં આવ્યા હતા. આ દરમિયાન અકોટા સ્ટેડિયમમાં તેમણે લોકોની મેદનીને પેટ પકડીને હાસાવી હતી.
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ