Vadodara bank official's laptop hacked, Hackers demanded money by sending porn links
વડોદરા /
વેબ સિરીઝ જોતાં બેન્ક અધિકારીને ફિલ્મના નામે હેકર્સે પોર્ન લિંક મોકલી, પછી જે થયું તે લાલબત્તી સમાન છે
Team VTV10:23 PM, 25 Jan 22
| Updated: 10:52 PM, 25 Jan 22
વડોદરામાંથી વેબ સિરીઝ જોતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, વેબસીરિઝ જોતાં બેન્ક અધિકારીને 8 થી 9 પોર્ન વેબસાઈટો મોકલી અને પછી..
વડોદરાના બેંક અધિકારીનુ લેપટોપ હેક થયાનો મામલો
વેબ સિરીઝ જોઈ રહ્યા હતા તે દરમ્યાન લેપટોપ હેક કરાયુ
અધિકારી પાસે રૂ.29 હજાર ખંડણીની માગણી કરાઈ
આજ કાલ હેકર્સ અવનવા કિમિયા કરી લોકો પાસેથી રૂપિયા પડવવાના ધંધા કરતાં હોય છે. વડોદરામાં બેન્કના અધિકારીનુ લેપટોપને સેન્ટ્રલ આફ્રીકાના હેકર દ્વારા હેક કરવામા આવ્યું હતું
કઈ રીતે બેન્ક અધિકારી બન્યો હેકર્સનો ભોગ?
વડોદરાના બેન્કના અધિકારીનુ લેપટોપ હેક કરીને હેકરોએ ખંડણીની માંગ કરી હતી.બેન્ક અધિકારી લેપટોપ પર વેબ સિરીઝ જોઈ રહ્યા હતા તે દરમ્યાન તેમના લેપટોપ પર હેકર દ્વારા સિરીઝના નામે લિંક મોકલવામાં આવી હતી.બેન્ક કર્મિ દ્વારા જ્યારે તે લિંક ખોલવામાં આવી તો એક સાથે 8 થી 9 પોર્ન વેબસાઈટો ખુલી હતી.જેથી અધિકારીએ ગભરાઈને લેપટોપ બંધ કરી દીધુ હતુ... અધિકારીએ જ્યારે લેપટોપ ફરી શરૂ કર્યુ ત્યારે લેપટોપ લોક નિકળ્યુ હતુ.
6 કલાકમાં ખંડણી પેટે 29 હજાર રૂપિયા માંગ્યા
બાદમાં આ બેન્કના કર્મચારી પાસેથી હેકરે 29 હજાર રૂપીયાની ખંડણીની માંગણી કરી હતી.હેકર શખ્સોએ 6 કલાકમાં ખંડણી આપવાની ધમકી આપતાં સમગ્ર મામલો સાઈબર ક્રાઈમે પહોંચ્યો હતો.સાઈબર એક્સપર્ટોને આ કેસની તપાસમાં જાણવા મળ્યુ છે કે, હેકરોએ રેનસમવેર, ફિશીંગ ટેકનિકનો એક સાથે ઉપયોગ કરી આ પ્રકારનુ હેંકીગ કર્યુ છે.આ સાયબર માફીયા સેન્ટ્રલ આફ્રીકાના હોવાનુ અનુમાન એક્સપર્ટો જણાવી રહ્યા છે.
અજાણી લિંક ઉપર ક્લિક કરવાથી રેન્સમવેરનો ખતરો
આ પ્રકારના બ્લેકમેલથી ડરીને યુઝર્સને આવી કોઈ લિંક ઉપર ક્લિક ન કરવાની સલાહ અપાઈ છે. આ પ્રકારની લિંક ઉપર ક્લિક કરવાથી ડિવાઇસમાં રેન્સમવેર દાખલ થઈ જવાનો ખતરો રહેલો છે.