બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara Akota Bridge Accident Husband and wife ran into each other car while trying to go to Canada
Dinesh
Last Updated: 08:02 PM, 21 April 2024
વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર શુક્રવારે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક કલ્પ કનક પંડ્યાએ ત્રણ યુવતી અને એક યુવકને અડફેટે લીધા હતા. ઘટનામાં 24 વર્ષીય આકાશ રાકેશ ચોમલનું મોત થયું હતું. પોલીસે ગુનાની તપાસ કરવા માટે કલ્પના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અકોટા પોલીસે કલ્પને કોર્ટમાં રજૂ કરી તે દારૂ ક્યાંથી અને કોણી પાસે લાવ્યો હતો? તેવા મુદ્દા રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે અકસ્માતને લઈ ક્લપની પૂછપરછમાં તેણી મંગેતર સાથે બોલાચાલી થતી હોવાના દરમિયાન અકસ્માત થઈ ગયો હોવાનું જણાવ્યું હતું
ADVERTISEMENT
6 દિવસની સારવાર બાદ મોત
ADVERTISEMENT
રાજ્ય અને દેશના લોકોને ઝડપી આરોગ્યની સુવિધા માટે 108ની શરૂઆત કરવામાં આવી છે. ઈમરજન્સીના સમયમાં ફોન કરવાથી ગણતરીના સમયમાં એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચે છે. જો કે, ક્યારેક આ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી. જેના કારણે દર્દીએ જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના 16 એપ્રિલે અમદાવાદના રિલીફ રોડ પર બની હતી. રિલીફ રોડ પરથી ધનાસુથારની પોળમાં સમીર વ્યાસ નામના દર્દીની તબિયત લથડી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જો કે, દર્દીને લઈને જનારી એમ્બ્યુલન્સ રિલીફ રોડ પર ટ્રાફિકમાં ફસાઈ હતી. જેના કારણે દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શક્યો નહતો. જે બાદ આ દર્દી કોમામાં ગયો હતો. જેથી હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે, 6 દિવસની સારવાર બાદ સમીર વ્યાસ નામના આ દર્દીનું આજે મોત થયું છે.
નવસારીમાં ત્રિપલ અકસ્માત
નવસારીના ટાંકલ ગામમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત થતા 5 લોકોને ઈજા પહોંચી છે. મહુવા પાસે લગ્ન પ્રસંગમાં જતા સમયે અકસ્માત નડ્યો હતો. પૂરઝડપે આવતી કારે અડફેટે લેતા 5 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ચીખલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.