બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો, પૂરની પરિસ્થિતિને લઈ કોંગ્રેસનું હલ્લાબોલ

આક્રોશ / વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો, પૂરની પરિસ્થિતિને લઈ કોંગ્રેસનું હલ્લાબોલ

Last Updated: 07:22 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો મચ્યો, કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી બજેટ નકલની હોળી કરી હતી

આજે વડોદરા કોર્પોરેશનમાં પાલિકાની સભા ગરમાગરમીથી ભરેલી હતી. શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી છે જેને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સહી ઝૂંબેશ અને કોર્પોરેશનમાં ઉગ્ર વિરોધ કર્યો હતા. જ્યાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરોનો કોંગ્રેસના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોષી પોતાના હાથમાં મગર લઈને પહોંચ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને સભામાં જઈ રહેલા ભાજપના કાઉન્સિલરોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસનો હલ્લાબોલ

કોંગ્રેસના કાર્યકરોએ મેયર ગેટ પર હલ્લાબોલ કર્યું હતું. સાથો સાથ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજીનામું આપે તેવી પણ માંગ કરી હતી. ભાગૃહ તરફ આગળ વધતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકી રાખ્યા તે સમયે કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે પણ ધક્કામુક્કી કરી હતી.

ભાજપના જ કોર્પોરેટરએ બળાપો ઠાલવ્યો

કોંગ્રેસ પક્ષની ઝૂંબેશ તો ઠીક. પણ ભાજપના જ કોર્પોરેટર મનીષ પગારેના સવાલોથી સભા ગૂંજી ઉઠી હતી. કોર્પોરેટરે કહ્યું કે ચાર દિવસ પહેલા સંકલનમાં પાણી છોડવા કહ્યું હતું છતાં તમે ન માન્યા અને અમારા વિસ્તારમાં લોકો પાયમાલ થઈ ગયા છે. લોકો પાસે પહેરવા કપડાં નથી રહ્યા ત્યારે તમે સત્તાધીશો જવાબદારી લેવા તૈયાર નથી. તમારા વાંકે કોર્પોરેટરોને સાંભળવુ પડ્યું છે તેમ તંત્રને ચોખ્ખા શબ્દોમાં સંભળાવ્યું હતું.

ભાજપના કોર્પોરેટરએ ડૉ.શીતલ મિસ્ત્રી પર બળાપો ઠાલવ્યો

સામાન્ય સભામાં ભાજપના વધુ એક કોર્પોરેટરે પણ બળાપો ઠાલવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રી પર બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જાતે જ લીધા હતા.કોર્પોરેટરની વાત સ્થાયી સમિતિ ચેરમેન ન સાંભળતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો

આ પણ વાંચો: ગુજરાત સરકારનો પશુપાલક માટે હિતલક્ષી નિર્ણય, કૃત્રિમ બીજદાનની ફીમાં કરાયો ધરખમ ઘટાડો

PROMOTIONAL 11

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ શું કહ્યું

કોર્પોરેટરે કરેલા આક્ષેપને લઈને હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનુ નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પૂરની પરિસ્થિતિ થઈ હતી સરકારે અને તંત્રએ જે બન્યું એ કર્યું જ છે. કોર્પોરેટરે જે આક્ષેપ અને રોષ ઠાલવ્યો છો તે વ્યાજબી છે અને અમે પુરેપુરી કોશિષ પણ કરી છે પણ કુદરતી આફત સામે કોઈનું ચાલતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Samanya Sabha Vadodara News Vadodara Corporation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ