વડોદરા: સ્કૂલબેગમાંથી ઝડપાયો 57 હજારનો દારૂ 

By : vishal 10:31 PM, 16 May 2018 | Updated : 10:31 PM, 16 May 2018
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. ત્યારે વડોદરામાં બુટલેગરોની વધુ એક ઘટના સામે આવી છે. આ બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવો કિમીયો અપનાવી રહ્યા છે.

દારૂ વેચવાના બધા કીમિયાની પોલીસને જાણ છે, પણ આ ચાલક બુટલેગરોએ એક નવો કીમિયો અપનાવ્યો હતો, પરંતુ તેમનો આ કીમિયો પણ ના કામયાબ થયો. આમાં પણ તે ફાવી શક્યા નહી.

આ સમગ્ર ઘટના વિષે જણાવીએ તો, સ્કૂલબેગમાં દારૂનો જથ્થો લઇ જતી બુટલેગર મહિલાની વડોદરા SOGએ ધરપકડ કરી છે. સ્કૂલબેગમાંથી દારૂની 572 નંગ બોટલો મળી આવી હતી.

સ્કૂલબેગમાંથી દારૂની 572 નંગ બોટલો મળી હતી જે બોટલ સાથે પોલીસે 57 હજારના મુદ્દામાલ સાથે રાજસ્થાનના કમલાબેન કલારાની ધરપકડ કરી છે. Recent Story

Popular Story