vadodara 3 stray youths molest the girl for 8 km after the video of Devati was shared
એક્શન /
3 આવારા યુવકોએ 8 કિમી સુધી યુવતીને છંછેડી, આપવીતીનો વીડિયો શેર થતાં વડોદરા પોલીસે રોમિયાઓની હોશિયારી કાઢી નાખી, જુઓ શું થયું
Team VTV08:29 PM, 02 Feb 23
| Updated: 08:39 PM, 02 Feb 23
સાંસ્કૃતિક અને સંસ્કારી નગર ગણાતા વડોદરા શહેરમાં ઓટોરિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઈક પર જતા ત્રણ રોડ રોમિયોએ હેરાન પરેશાન કરતા યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
વડોદરામાં ત્રણ રોડ રોમિયોને કાયદાનું ભાન કરાવતી પોલીસ
વડોદરા પોલીસે 30 કિલોમીટર સુધી પીછો કરીને રોમિયો ત્રિપુટીને પકડી
વડોદરા શહેરમાં મહિલા ઉત્પીડનના એક પછી એક ચોંકાવનારા બનાવો વચ્ચે ઓટોરિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઈક ઉપર જતા ત્રણ ટોપરી રોડ રોમિયોએ હેરાન કરતા હતા. જેને લઈને યુવતીએ હિંમત દાખવી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી પોલીસની મદદ માંગી હતી. ત્યારબાદ વડોદરા પોલીસની શી ટીમે 30 કિલોમીટર સુધી પીછો કરીને ત્રણેય રોડ રોમિયોને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. નોંધનીય છે કે, વડોદરા પોલીસે આ વીડિયો ટ્વિટર પર શેર પણ કર્યો છે.
સમગ્ર ઘટના અંગે વડોદરા શહેર પોલીસે એકશન મોડમાં આવી ત્વરિત કાર્યવાહી કર્યા બાદ ટ્વીટર હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં યુવતી કહે છે કે, સૌથી પહેલા તો આ વીડિયો જુઓ કે, જે આજે મારી સાથે થયું છે. વીડિયોમાં યુવતી ત્રણેય રોમિયોને કહે છે કે, પોલીસ સ્ટેશન આવીશ?. રોકાઈ જા. ગાડી ઊભી રાખ આ ત્રણેય છોકરાઓએ 7થી 8 કિલોમીટર સુધી યુવતીનો પીછો કરી યુવતીને હેરાન કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી જણાવ્યું
આજકાલ મોટાભાગની યુવતીઓ આવા રોડ રોમિયોનો શિકાર બની રહી છે ત્યારે આ યુવતીએ હિંમત દાખવી રોડ રોમિયોને સબક શીખવવા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરતા જ અનેક લોકોએ પ્રતિસાદ આપતા યુવતી બીજા વીડિયોમાં વિડીયો શેર કરવા માટે લોકોનો આભાર માન્યો હતો. ઘણા બઘા લોકોના મેસેજ આવ્યા કે, આ લોકો સામે એક્શન લેવાયા કે નહીં.
યુવતીએ મહિલાઓ, યુવતીને કરી અપીલ
બીજી તરફ વડોદરા શહેર પોલીસે 3થી 4 દિવસમાં જ આકરા પગલાં લીધા હતા અને આ ત્રણેય રોમિયોને પકડી પાડી તેમની ગાડી ડિટેઇન કરી કાયદાનું ભાન કરાવતા યુવતીએ શી ટીમનો તેમજ હેડ કોન્સ્ટેબલ જુનેદભાઈ, ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ગોહિલ અને પોલીસ કમિશનર શમશેરસિંગનો આભાર માન્યો હતો.આ યુવતીએ તમામ યુવતીઓ અને મહિલાઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, તમે પણ અવાજ ઉઠાવો, જો તમે અવાજ ઉઠાવશો તો પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે. તમારે માત્ર મદદ માંગવાની જરૂર છે. જ્યાં સુધી તમે કહેશો નહીં કે, તમારી સાથે શું થયું છે, ત્યાં સુધી પોલીસ તમારી મદદ કેવી રીતે કરશે? તમે આ બાબતોને રોકશો નહીં, તો તમે પણ ક્રાઇમને વધારી રહ્યા છો તેવું જણાવી આવી નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ કરી લે તે પહેલા અવાજ ઉઠાવવો જરૂરી હોવાનું ભારપૂર્વક કહ્યું હતું.