વડગામ: દિન દહાડે દૂધ ડેરીના કર્મચારી પાસેથી 18 લાખની લૂંટ, આરોપી ફરાર

By : vishal 08:07 PM, 16 May 2018 | Updated : 08:07 PM, 16 May 2018
બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં મોરિયા ગામની દૂધ મંડળીનાં બે કર્મચારીઓ પાસેથી રૂ.18 લાખની સનસનીખેજ લૂંટ કરાઇ હોવાંની એક ઘટના સામે આવી છે. દૂધ મંડળીનાં કર્મચારીઓ બેંકમાંથી પૈસા લઈને જતાં હતાં ત્યારે ધનાલીથી મોરીયા ગામ વચ્ચે અજાણ્યાં શખ્સોએ રિવોલ્વરથી બે વખત ફાયરિંગ કરીને લૂંટ કરી તેઓ ફરાર થઇ ગયા હતાં. 

આ અંગે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં દિન દહાડે દૂધની ડેરીનાં બે કર્મચારીઓ પાસેથી 18 લાખની સનસનીખેજ લૂંટની ઘટના સામે આવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે. 

જેમાં વડગામ તાલુકાનાં મોરિયા ગામે આવેલી દૂધમંડળીનાં કર્મચારી જગદીશભાઈ લોહ અને તેમનાં મિત્ર સાથે ધનાલી ગામે આવેલી બનાસ બેંકની શાખામાંથી દૂધનું 18 લાખ રૂપિયાનું પેમેન્ટ થેલામાં લઈને તેઓ મોરિયા તરફ આવવા નીકળ્યાં હતાં. ત્યારે એવામાં ધનાલીથી મોરીયા વચ્ચે રસ્તામાં પાછળથી અચાનક સફેદ કલરની કારમાં કેટલાંક અજાણ્યાં 5 જેટલાં શખ્સોએ બાઈક આંતરીને અટકાવ્યું હતું અને બાઇક સવારે બંનેને રિવોલ્વર બતાવીને નીચે પાડી દીધાં હતાં. 

તે દરમ્યાન કર્મચારી રૂપિયા બચાવવા થેલો લઈને ભાગ્યાં હતાં પરંતુ લૂંટારૂઓએ તેમનો પીછો કરીને બેગ આંચકીને તેઓ પળવારમાં લૂંટ કરીને ત્યાંથી ભાગી ગયાં હતાં. જોકે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા જિલ્લાનાં પોલીસ વડા નીરજ બડગુજર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં, અને એલસીબી, એસઓજી, વડગામ પોલીસ સહિતની જુદી-જુદી ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસે ધનાલી બનાસ બેંકની શાખામાં પણ જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.Recent Story

Popular Story