Vaccine Certi. Keep it in your pocket: Police will come anytime, mega drive started in this city
સાવચેતી /
વેક્સિન સર્ટિ. ખિસ્સાંમાં જ રાખજો: ગમે ત્યારે પોલીસ આવશે, આ શહેરમાં શરૂ થઈ મેગા ડ્રાઈવ
Team VTV03:50 PM, 13 Jan 22
| Updated: 03:52 PM, 13 Jan 22
કોરોના સંક્રમણને લઈને અમદાવાદ પોલીસે મેગા સર્ચ હાથ ધરી છે. જેમાં દુકાનમાં વેપારીઓના વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરશે અને વેક્સિન ન લેનારા વેપારીઓને વેક્સિન લેવાની સૂચના અપાશે
કોરોના સંક્રમણ મુદ્દે પોલીસનું મેગા સર્ચ
વેપારીઓના વેક્સિનેશન સર્ટી ચેક કરશે
વેક્સિન ન લેનારા વેપારીઓને વેક્સિન લેવાની સૂચના અપાશે
કોરોના સંક્રમણને લઈને અમદાવાદ પોલીસનું મેગા સર્ચ
રાજ્યમાં કોરોના સંક્રમણનો ગ્રાફ જોતાં આગામી થોડા દિવસોમાં જ વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. ત્યારે અમદાવાદ પોલીસે મેગા સર્ચ ડ્રાઈવ હાથ ધરી છે. જેમાં પોલીસ દ્વારા રાયપુર, કાલુપુર, ખાડીયા વિસ્તારમાં વેપારીઓના વેકસીન સર્ટિફિકેટ ચેક કરાશે.તેમજ વેક્સિન ન લેનારા વેપારીઓને વેક્સિન લેવાની સૂચના અપાશે.
બુધવારે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 3904 કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, બુધવારે વધુ 9941 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે. સૌથી વધુ અમદાવાદમાં 3904 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 2770 કેસ તો વડોદરામાં 862 કેસ અને રાજકોટમાં 375 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 244 કેસ, ભાવનગરમાં 156 કેસ સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે.