Team VTV07:03 PM, 05 Aug 21
| Updated: 07:34 PM, 15 Aug 21
ગુજરાતમાં 5 ઓગસ્ટે રેકોર્ડબ્રેક વેક્સિનેશન કરાયું, એક જ દિવસમાં 6 લાખ લોકોને રસી મૂકવામાં આવી છે, ગુજરાતભરમાં કુલ વેક્સિનેશન 3.50 કરોડ ડોઝનું થયું છે
ગુજરાતમાં 5 ઓગસ્ટે રેકોર્ડબ્રેક વેક્સિનેશન
એક જ દિવસમાં પોણા 6 લાખ ડોઝ વેક્સિન અપાઇ
અત્યાર સુધી કુલ 3.50 કરોડ વેક્સિન ડોઝ અપાયા
ગુજરાતમાં રસીકરણની કામગીરીમાં થોડો વેગ જોવા મળ્યો છે. 5 ઓગસ્ટના દિવસે અત્યાર સુધીનું રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું છે. એક જ દિવસમાં 6 લાખ લોકોને રસી આપવામાં આવી છે. તો આ સાથે સમગ્ર ગુજરાતમાં કુલ વેક્સિનેશનનો આંકડો 3.50 કરોડ પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 5 દિવસનું વેક્સિનેશન
ઓગસ્ટ 3,47,615
ઓગસ્ટ 3,56,243
ઓગસ્ટ 3,36,880
ઓગસ્ટ 12,042
ઓગસ્ટ 5,75,000
થોડા દિવસો અગાઉ વેક્સિનેશનને લઈ રાહુલ ગાંધીએ ઉઠાવ્યા હતા સવાલ
મનસુખ માંડવિયાએ કોરોના રસીના અભાવ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક ટ્વીટના જવાબમાં કહ્યું હતું કે,'ભારતમાં જુલાઈ મહિનામાં 13 કરોડથી વધુ રસીઓ આપવામાં આવી છે. તે આ મહિનામાં વેગ લાવનાર છે. આ સિદ્ધિ બદલ અમને અમારા હેલ્થકેર કામદારો પર ગર્વ છે. હવે તમારે તેમના પર અને દેશ પર પણ ગર્વ થવો જોઈએ. રાહુલ ગાંધીએ કોરોના રસીના અભાવ અંગે ટ્વિટ કર્યું હતું
મનસુખ માંડવિયાએ કોવિડ રસીના અભાવ અંગે રાહુલ ગાંધીને કરેલા ટ્વિટના જવાબમાં આગળ કહ્યું કે 'સાંભળ્યું, તમે 13 કરોડ લોકોમાંથી એક છો જેમને જુલાઈમાં રસી આપવામાં આવી હતી. પરંતુ તમે અમારા વિજ્ઞાનિકો માટે એક શબ્દ પણ બોલ્યા નહીં, લોકોને રસીકરણ માટે અપીલ કરી નહીં. મતલબ કે તમે રસીકરણના નામે નાનું રાજકારણ કરી રહ્યા છો. વાસ્તવમાં રસી નથી, તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે.