બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Secretariat / શિક્ષણ વિભાગના વર્ગ 1 અને 2માં હજુ આટલી જગ્યાઓ છે ખાલી, MLA શૈલેષ પરમારના પ્રશ્ન પર સરકારનો ખુલાસો
Last Updated: 06:39 PM, 25 February 2025
રાજ્યમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને 2ની વહીવટી જગ્યાઓ ખાલી હોવાની માહિતી સામે આવી છે. ત્યારે વર્ગ 1 અને 2 ની વહીવટી જગ્યાઓ ખાલી રહેવાના કારણે સરકારની કામગીરી પર અસર સર્જાઇ હતી. જેના કારણે લોકોને હાલાકી વેઠવાની વારી આવી રહી છે. ત્યારે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારેના સરકારની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
992 જગ્યાઓ ખાલી
આ ઘટનાને લઇ સરકાર દ્વારા તેમના સવાલનો જવાબ આપવામાં આવ્યો છે. જેમાં સરકારે જણાવ્યું હતુંકે શિક્ષણ વિભાગમાં વર્ગ-1 ની 145 મંજૂર જગ્યામાંથી 51 જગ્યા ખાલી છે. જ્યારે શિક્ષણ વિભાગમાં વર્ગ-2 ની 1 હજાર 519 મંજૂર જગ્યાઓ છે. જેમાં 1 હજાર 519 જગ્યામાંથી 992 જગ્યાઓ ખાલી હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: હથિયારો સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મૂકવા ભારે પડ્યાં, એકસાથે 11 લોકો વિરૂદ્ધ કરાઇ આ કાર્યવાહી
આ બાબતે વધુ જણાવતા સરકારે કહ્યું હતું કે સમગ્ર ખાલી જગ્યાઓમાં નિવૃતિ, બઢતી અને સ્વૈચ્છિક નિવૃતિ જેવા કારણો જવાબદાર છે. ત્યારે ઉલ્લેખનિય છે કે હાલ વર્ગ 1 અને 2ની 570 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.