બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / IPOમાં રોકાણ કરનારા માટે ગુડ ન્યૂઝ, આજથી ખૂલ્યો મજબૂત કંપનીનો આઈપીઓ, આટલા શેરનો એક લૉટ
Last Updated: 09:13 AM, 23 July 2024
ADVERTISEMENT
IPO પર દાવ લગાવનાર ઈવેસ્ટર્સ માટે ગુડ ન્યૂઝ છે. V L ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ IPO કાલે એટલે કે મંગળવારે ખુલશે. કંપનીનો IPO 25 જુલાઈ સુધી ખુલશે. આ IPOની પ્રાઈસ બેંડ 39 રૂપિયાથી 42 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. જાણો ડિટેલ્સમાં આ IPO વિશે.
ADVERTISEMENT
ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ મજબૂત
કંપનીની સ્થિતિ ગ્રે માર્કેટમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં આ IPO આજે 50 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યું છે. જે પ્રાઈસ બેંડથી પણ વધારે છે. જો આ હાલ લિસ્ટિંગ સુધી રહે તો કંપની શેર બજારમાં પહેલા દિવસથી જ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી શકે છે.
3000 શેરોનો એક લોટ
V L ઈન્ફ્રાપ્રોજેક્ટ IPOનો લોટ સાઈઝ 3000 શેરોનો બનાવવામાં આવ્યો છે. જેના કારણે એક રિટેલ રોકાણકારને ઓછામાં ઓછા 1,26,000 રૂપિયાનો દાવ લગાવવાનો રહેશે. કંપનીની તરફથી શેરોની ઓલોટમેન્ટ 26 જુલાઈએ કરવામાં આવી શકે છે. ત્યાં જ એનએસઈ એસએમઈમાં લિસ્ટિંગ 30 જુલાઈ 2024એ સંભવ છે.
વધુ વાંચો: કભી ખુશી કભી ગમ! અંબાણીને એક દિવસમાં 73,000 કરોડનું નુકસાન, અવસરમાં લાગ્યો હતો મોટો આંચકો
અંકર રોકણકારો માટે આજે ખુલ્યો હતો IPO
આ IPO એન્કર રોકાણકાર માટે 22 જુલાઈએ શરૂ થયો હતો. કંપનીએ એન્કર રોકાણકારેને 42 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી સ્ટોક જાહેર કર્યો છે. જણાવી દઈએ કે વીએલ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સની સાઈઝ 18.52 કરોડ રૂપિયા છે. કંપનીનો આ IPO સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ પર આધારિક રહેશે. IPO દ્વારા કંપની 44.10 લાખ ફ્રેશ શેર જાહેર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.