Uttrarakhand Snow Fall If You make a Plan For Tour Be aware
હિમવર્ષા /
ઉત્તરાખંડ અને જમ્મૂ ફરવા જતા પહેલાં ત્યાંનું હવામાન જાણી લેજો, જાણીને કેન્સલ કરી દેશો તમે પ્લાન
Team VTV08:07 AM, 29 Nov 19
| Updated: 08:14 AM, 29 Nov 19
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી મોસમે મિજાજ બદલ્યો છે અને ઠંડીમાં વધારો થયો છે. તો બીજી તરફ ઉંચાણ વાળા વિસ્તારોમાં હિમવર્ષાનું જોર વધ્યું છે. ચમોલી, પિથૌરાગઢ, અને ઉત્તરકાશીમાં ભારે હિમવર્ષા થઈ છે.
ઉત્તરાખંડમાં મોસમે બદલ્યો મિજાજ
હિમવર્ષાનું વધ્યું જોર, અનેક જગ્યાએ તાપમાન માઈનસમાં
નેશનલ હાઈવે થયા બંધ
ગંગોત્રી- યમુનોત્રી વચ્ચેનો નેશનલ હાઈવે પણ કરાયો બંધ
ઉત્તરકાશીમાં હિમવર્ષાના કારણે ગંગોત્રી હિમાલય અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. મળતી માહિતી મુજબ ભૈરવ ખીણથી ગંગોત્રી સુધી જવાના માર્ગ પર બરફ જામી જવાના કારણે માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ ગંગોત્રી અને યમનોત્રી વચ્ચેને નેશનલ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે.
ફાઈલ ફોટો - સોર્સ -Wikipedia
અનેક વિસ્તારોમાં તાપમાન માઇનસમાં
બીજી તરફ દેહરાદૂન સહિત આસપાસના જિલ્લાઓમાં પણ મોસમે મિજાજ બદલ્યો છે. જેના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. અને કેટલાક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે.
જમ્મૂ કાશ્મીરમાં પણ હિમવર્ષાનો કહેર
જમ્મૂ-કાશ્મીરમાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલાયો છે.. પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક હાઈ-વે બંધ કરવા પડ્યા છે. હજારો મુસાફરો ફસાઈ ગયા છે. પર્વતની હારમાળા સંપૂર્ણ બરફથી ઢંકાયેલી દેખાઈ રહી છે. હિમવર્ષાના કારણે કશ્મીરને પૂંછ સાથે જોડતો મુગલ રોડ અને કિશ્તવાડને અનંતનાગ સાથે જોડતો સિંથનટોપ માર્ગ બંધ થઈ ગયો છે.
બીજી તરફ શ્રીનગર-લેહ હાઈ-વે પણ બંધ થઈ ગયા છે. ગુલમર્ગમાં 6 ઈંચ, સોનમર્ગમાં 8 ઈંચ, સાધના ટોપ નજીક 2 ફૂટ અને મહાગુંસટોપમાં દોઢ ફૂટ તાજી હિમવર્ષા થઈ છે. જ્યારે શ્રીનગર, જમ્મૂ, કઠુઆ, ઉધમપુરમાં વરસાદનો સિલસિલો યથાવત છે. બીજી તરફ કટડામાં માતા વૈષ્ણો દેવી સુધી ચાલતી હેલિકોપ્ટર સેવા પર પણ અસર થઈ છે.