બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અભિનેત્રી બનાવી દઈશ કહીને પૂર્વ CMની પુત્રી સાથે થયું એવું કે, તમે કલ્પના પણ નહીં કરી શકો
Last Updated: 11:51 AM, 9 February 2025
ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી અભિનેત્રી અને નિર્માતા આરુષિ નિશંક સાથે કરોડોની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરુષિએ મુંબઈ સ્થિત બે ફિલ્મ નિર્માતાઓ, માનસી વરુણ બાગલા અને વરુણ પ્રમોદ કુમાર બાગલાએ તેમને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અને રોકાણ અપાવવાના નામે 4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ દેહરાદૂન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ફિલ્મ નિર્માતાઓએ આરુષિનો સંપર્ક કર્યો અને તેણીને કહ્યું કે તેઓ "આંખો કી ગુસ્તાખિયાં" નામની ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં શનાયા કપૂર અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે.
ADVERTISEMENT
4 કરોડના 3 ગણા પાછા આપવાનો વાયદો
પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મ નિર્માતાઓ માનસી વરુણ બાગલા અને વરુણ પ્રમોદ કુમાર બાગલાએ પણ આરુષિને આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાની ઓફર કરી હતી, પરંતુ આ માટે 5 કરોડ રૂપિયાના રોકાણની શરત રાખી હતી. આરુષિએ અલગ અલગ હપ્તામાં 4 કરોડ રૂપિયા જમા કરાવ્યા. તેમણે આરુષિને ખાતરી આપી હતી કે તેને ફિલ્મની કમાણીનો 20% ભાગ મળશે. ઉપરાંત, એવું કહેવામાં આવ્યું હતું કે જો સ્ક્રિપ્ટ પસંદ ન આવે તો રોકાણ કરેલી રકમ 15% વ્યાજ સાથે પરત કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે રોલ પછી પૈસા ત્રણ ગણા પાછા આપશે.
ADVERTISEMENT
મહિનામાં 4 કરોડ અને MOU
આરુષિને આ ઓફર આકર્ષક લાગી અને 9 ઓક્ટોબર 2024ના રોજ હિમશ્રી ફિલ્મ્સ અને મિની ફિલ્મ્સ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર થયા. આ પછી, 10 ઓક્ટોબરે, તેણે પ્રથમ હપ્તા તરીકે 2 કરોડ રૂપિયા આપ્યા. ત્યારબાદ માનસી અને વરુણે તેની સામે નવા બહાના અને દબાણ કરીને 19 નવેમ્બરે 1 કરોડ રૂપિયા, 27 ઓક્ટોબરે 25 લાખ રૂપિયા અને 30 ઓક્ટોબરે 75 લાખ રૂપિયા એમ એક જ મહિનામાં કુલ 4 કરોડ રૂપિયા પડાવી લીધા.
વધુ વાંચો: બોલિવૂડના દિગ્ગજ મ્યુઝિક ડાયરેક્ટરના સ્ટુડિયોમાં થઈ ચોરી, 40 લાખ લઈને ફરાર થયો શખ્સ
ખોટા કેસમાં ફસાવવાની આપી ધમકી
જ્યારે થોડા સમય પછી પણ ફિલ્મનું નિર્માણ આગળ ન વધ્યું, ત્યારે આરુષિએ તેના પૈસા પાછા માંગ્યા. આના પર, તેમણે પૈસા પાછા આપવાની ના પાડી એટલું જ નહીં પરંતુ તેને ખોટા કેસમાં ફસાવીને મારી નાખવાની ધમકી પણ આપી. આરુષિની ફરિયાદ પર, દેહરાદૂન પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. એસએસપી અજય સિંહે જણાવ્યું હતું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આરુષિ નિશંક એક અભિનેત્રી, ફિલ્મ નિર્માતા અને પર્યાવરણ એક્ટિવિસ્ટ છે. આરુષિની હાલમાં ' તારિણી' નામની ફિલ્મ આવી હતી આ ઉપરાંત પણ તે સ્પર્શ ગંગા અભિયાનની સહ-સ્થાપક પણ છે. આ છેતરપિંડીના કેસમાં ફિલ્મ ઉદ્યોગમાં રોકાણ અંગે પ્રશ્નો ઉભા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.