Uttarpradesh fatehpur minor rape case three years old child raped by neighbor for chocolate
ઉત્તરપ્રદેશ /
દેશમાં આ શું બની રહ્યું છે? માત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ આપવાના બહાને રૂમમા લઈ ગયો અને....
Team VTV09:16 AM, 16 Oct 21
| Updated: 09:18 AM, 16 Oct 21
દેશમાં લગભગ રોજ બળાત્કારની શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશનાં ફતેહપુર પાસેથી એક દર્દનાક કહાની સામે આવી છે.
ફતેહપુરની દર્દનાક કહાની
ત્રણ વર્ષની માસૂમ બાળકીનું મોત
પાડોશીએ રેપ કર્યો હોવાની ફરિયાદ
ઉત્તરપ્રદેશનાં ફતેહપુર પાસેથી એક દર્દનાક કહાની સામે આવી છે. અહીં ત્રણ વર્ષની એક માસૂમ બાળકીના પાડોશીએ રેપ કર્યો હોવાની શરમજનક ઘટના સામે આવી છે.
બાળકીનું મોત
આ હિચકારી ઘટનામાં બાળકીનું મોત થઈ ગયું હતું. આરોપીને પોલીસ ધરપકડ કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. ઘટનાના સમયે બાળકી ઘરે એકલી જ હોવાનું માલૂમ પડ્યું હતું.
પાડોશીએ ચોકલેટનું બહાનું આપ્યું
બાળકીના પરિવારજનો મૂર્તિ વિસર્જન માટે બહાર ગયા હતા. બાળકી એ સમયે ઘરે એકલી જ હતી. ત્યારે જ પાડોશી યુવક દિનેશ પાસવાન બાળકીને ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઈ ગયો હતો. અને ત્યાર બાદ તેણી સાથે આ શરમજનક ઘટના બની હતી. શિકાર બનેલી દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર બાદ યુવકે બાળકીનું બોડી કપડામાં લપેટીને છુપાવી દીધું હતું.
ખુલાસો
બાળકોના ઘરવાળા લોકો બહાર ગયા હતા અને જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે માસૂમ બાળકની શોધખોળ આદરી હતી. આખરે તેમણે બાળકી ખોવાયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પાડોશી યુવક સાથે પૂછપરછ કરી ત્યારે તેણે પણ ગોળગોળ જવાબો આપી દીધા હતા. ત્યાર બાદ પોલીસ યુવકના ઘરની તપાસ કરી હતી તો રક્તરંજિત બોડી કપડામાં લપેટેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ યુવકની ધરપકડ કરી હતી.
એસપી રાજેશકુમારે કહ્યું....
પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. બીજી તરફ પોલીસે યુવક સામે બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી. જિલ્લાના એડિશનલ એસપી રાજેશકુમારે કહ્યું હતું કે ખાગા ક્ષેત્રના એક ગામમાં બાળકીની હત્યાની ઘટના સામે આવી છે. આરોપીનોઈ ધરપકડ તેમણે કરી લીધી છે અને હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે.