Uttarpradesh cm yogi adityanath attacks on congress saying they have problem with everything
ઉત્તરપ્રદેશ /
ગરીબનાં ઘરમાં રેશન આવે તે જ રામ રાજ્ય, કોંગ્રેસ માટે માત્ર તેનો પરિવાર જ પરિવાર: યોગી આદિત્યનાથ
Team VTV04:56 PM, 19 Dec 21
| Updated: 04:57 PM, 19 Dec 21
UP માં 2022 મા યોજાનાર વિધાનસભા ચૂંટણી અગાઉ આજે ભાજપ દ્વારા જન વિશ્વાસ યાત્રા શરૂ કરવામાં આવી છે. CM Yogi Adityanath દ્વારા આજે મથુરામાં યાત્રાની શરૂઆત થઈ હતી.
UP માં ચૂંટણીનાં બ્યૂગલ
CM યોગીએ કરી જન વિશ્વાસ યાત્રાની શરૂઆત
ગરીબને ફરી રાશન મળે તે જ રામરાજ્ય
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. 2022 મા યોજાનાર વિધાનસભા ચૂંટણી અગાઉ આજે ભાજપ દ્વારા જન વિશ્વાસ યાત્રા શરૂ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી આદિત્યનાથે મથુરામાં યાત્રાની શરૂઆત કરતા કહ્યું હતું કે આજે 19 મિ વખત તેઓ વ્રજ ભૂમિ પર આવ્યા છે.
યોગીએ કહ્યું હતું કે હું સૌથી પહેલા શ્રી કૃષ્ણ જન્મભૂમિનાં દર્શન કરવા ગયો હતો. તેમણે કહ્યું હતું કે હું પોતાનું સૌભાગ્ય સમજૂ છું કે મી જ્યાંથી જન વિશ્વાસ યાત્રાની શરૂઆત કરી છે તે ધરતીનાં કણ કણમાં શ્રીકૃષ્ણની લીલા વસે છે.
અહીં અગાઉ દંગા-તોફાન થતાં હતા.
અહી જ પહેલા કોસીકલાનાં દંગા થતાં હતા. લોકોને યાદ જ હશે કે જવાહરબાગ દંગાઓ. પરંતુ અમારી સરકારમાં ન તો દંગા થયા છે ન તો કોઈનું પલાયન.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે હવે બધા જ વ્યાપારી, હિન્દુ પલાયન નથી કરી રહ્યા પરંતુ જે લોકો અપરાધી છે તે હવે ભાગી રહ્યા છે. આ કારણે સમાજવાદી પાર્ટી અને બસપા કે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. યોગીજીએ કહ્યું હતું કે આજે ગોવા મુક્તિ દિવસ તો છે જ પરંતુ સાથે આજનાં દિવસે 1927 માં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન જેવા ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.
ગરીબને ફરી રાશન મળે તે જ રામરાજ્ય
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગરીબ માણસને ફ્રી માં રાશન મળે તે જ રામરાજ્ય છે. પરંતુ તે પણ વિપક્ષને સરુ નથી લાગ્યું . કાલે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગંગા એક્સપ્રેસ-વે વિકાસનો પ્રવાહ હશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે દેશની જનતા પરિવાર છે પણ બીજા પક્ષો માટે તેમનો પરિવાર જ પરિવાર છે.
हमारे लिए रामराज्य है:
एक गरीब को मकान मिल जाना
एक गरीब को विद्युत का निःशुल्क कनेक्शन मिल जाना
एक गरीब को मुफ्त शौचालय मिल जाना
एक गरीब को ₹05 लाख का स्वास्थ्य बीमा का कवर मिल जाना#JanVishwasYatrapic.twitter.com/h4ajQkSDbv
કોંગ્રેસ માટે તેમનો પરિવાર જ પરિવાર
આ સાથે ગંગા એક્સપ્રેશ વે ની ગઇકાલની PM મોદીની સ્પીચ યાદ કરીને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ માટે તેમનો પરિવાર જ પરિવાર છે. યોગીજીએ કોંગ્રેસ અને અન્ય પક્ષો પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આ લોકોને સારું નથી લાગી રહ્યું. જ્યારે મથુરામાં માંસ અને મદિરા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારે પણ તેઓને સારું ન્હોતું લાગ્યું. જ્યારે અમે મુઝફ્ફરનગરનાં દંગાનાં ગુનેગારોને સજા આપીએ છીએ ત્યારે પણ તેઓને સારું નથી લાગતું. સરકાર મફતમાં વેક્સિન આપે તે તેઓને સારું નથી લાગતું. પણ દંગા કરનારાઓ ને ગળે મળવું તેઓને સારું લાગે છે.