બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 07:44 PM, 28 November 2023
ADVERTISEMENT
17-17 દિવસ સુધી સાવ અંધારા ભોંયરામાં રહેવું જેવી તેવી વાત નથી. ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને લઈને હવે નવી વાત આવી છે. મજૂરો અંદર શું કરતાં હતા, કેવી રીતે ખાતા-પીતા કે સુતા તેને લઈને પણ અચરજ પમાડે તેવી વાત સામે આવી છે.
17 દિવસ કેવી રીતે વિતાવ્યાં
પહેલા તો મજૂરોને સતત હિંમત આપવામાં આવી અને બીએસએનએલના લેન્ડલાઇન ફોન દ્વારા પરિવારના સભ્યો સાથે નિયમીત રીતે વાત કરાવવામાં આવતી. પરિવારના સભ્યો ટનલની અંદર જઇને અંદર ફસાયેલા તેમના લોકો સાથે વાત કરવામાં સક્ષમ હતા. ડોક્ટરની ટીમ સવાર-સાંજ એમ બે ટાઈમ પાંચ કલાક સુધી મજૂરો સાથે વાત કરતી અને તેમની શરીરની તકલીફ સાંભળતી જરુર પડે દવાઓ પણ આપતી. મજૂરોને ઓઆરએસ સોલ્યુશન પીવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમને સમયસર નાસ્તો, બપોરનું ભોજન, ડિનર પણ મોકલવામાં આવી રહ્યું હતું. કામદારોને પહેલા એનર્જી ડ્રિંક્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ પછી સંપૂર્ણ ખોરાક આપવામાં આવ્યો હતો. કામદારો પોતાને સ્વસ્થ રાખવા માટે અંદરથી યોગ કરી રહ્યા હતા. તેઓ સવાર-સાંજ ટનલમાં ચાલતા હતા.
ADVERTISEMENT
ટનલમાં કેવી રીતે સુતા મજૂરો
ટનલમાં સુવાની તકલીફ પડે તે સ્વાભાવિક હતું પરંતુ તેમના સદનસીબે ટનલની અંદર એક જીઓટેક્સટાઈલ શીટ હતી, જે મજૂરોને ઊંઘવામાં કામમાં આવતી હતી. તેમને વીડિયો ગેમ રમવા માટે મોબાઈલ પણ મોકલવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.