બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / છેલ્લી ઘડીએ ઉત્તરાયણની ખરીદી કરવા બજારમાં ચિક્કાર ભીડ, જુઓ કયા શહેરમાં કેવો માહોલ?
Last Updated: 08:07 PM, 13 January 2025
ઉત્તરાયણને લઈને બજારમાં ખરીદીની ધૂમ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ત્યારે અમદાવાદ, વડોદરા સહિતની બજારમાં ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. અમદાવાદની બજારમાં 10 રૂપિયાથી લઈને 2500 સુધીના પતંગ જોવા મળી રહ્યાં છે.
ADVERTISEMENT
છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભીડ
ADVERTISEMENT
ઉત્તરાયણ પહેલાં બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે. અમદાવાદની બજારમાં છેલ્લી ઘડીએ ખરીદીનો માહોલ જામ્યો છે. દિલ્હી દરવાજા ખાતે પતંગ અને દોરીની ખરીદી કરવા મોટી સંખ્યામાં પતંગબાજો પહોંચ્યા છે. બજારમાં 10 રૂપિયાથી લઈને 2500 સુધીના પતંગ વેચાઈ રહ્યાં છે. ખરીદીને કારણે દિલ્હી દરવાજા ખાતે ચક્કાજામ થયો છે. પતંગ બજારને લઈને એક સાઈડનો આખો રોડ બંધ કરવામાં આવ્યો છે.
વડોદરાની બજારોમાં ઉમટ્યા લોકો
ઉત્તરાયણને લઈને બજારમાં ખરીદીની મોટી સંખ્યામાં લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા ઉમટી પડ્યા. ત્યારે વડોદરાની બજારમાં પણ ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. વડોદરાવાસીઓમાં આ વખતે ઉત્તરાયણને લઈ લોકોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં વસતા વડોદરાવાસીઓ પણ ઉત્તરાયણ કરવા માટે ખાસ વતન આવ્યા છે.
આ પણ વાંચો: પાકને પાણી પીવડાવા બાબતે મજૂરને ઘણના ઘા પર ઘા મારી ટીચી નાખ્યો, ધ્રાંગધ્રામાં ધ્રુજાવતું મર્ડર
સુરતમાં પતંગ અને દોરી માટે બજારમાં ભારે ભીડ
તો બીજી તરફ સુરતમાં પતંગ અને દોરીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બજારમાં લોકોની ભીડ ઉમટી છે. આ વર્ષે પતંગમાં 10થી 15 ટકાનો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મોંઘા છતાં પતંગ ખરીદવા સુરતીલાલાઓ ઉમટી પડ્યા છે. ભાગળ સ્થિત ડબગરવાડ પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ વખતે ફેન્સી પતંગ સાથે કીન્ના બાંધેલા પતંગની માંગ વધુ જોવા મળી રહી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.