Uttarakhand Weather Rain And Fresh Snowfall Continue From Three Days
આગાહી /
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે દેશમાં અહીં ભારે વરસાદ સહિત કરા પડવાની કરી આગાહી
Team VTV11:47 AM, 13 Mar 20
| Updated: 11:58 AM, 13 Mar 20
ઉનાળાની સિઝન શરૂ થઈ છે છતાં દહેરાદૂનમાં ગુરુવારની સાંજે થોડો વરસાદ વરસ્યો હતો. જે આજે પણ ચાલુ છે. આજે આકાશમાં કાળા વાદળ છવાયા હતા અને સાથે જ તમામ વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. આ પછી વીજળી ચમકવાની સાથે મૂસળધાર વરસાદ પણ પડ્યો હતો. ક્યાંક હિમવર્ષા પણ થઈ હતી. ધનોલ્ટીમાં ફરી ગુરુવારે રાતે વરસાદ વરસ્યો હતો.
ઉત્તરાખંડમાં વરસાદ અને ઠંડીનો માહોલ
પહાડી વિસ્તારોમાં ઠંડીનો અનુભવ
વીજળી સાથે હિમવર્ષાનો પણ અનુભવ
मौसम विभाग ने अगले 72 घंटे के लिए अलर्ट जारी किया, भारी बारिश, ओलावृष्टि और आंधी की चेतावनी जारी। देहरादून, उधमसिंहनगर, हरिद्वार और नैनीताल में भारी बारिश का अलर्ट। 2500 मीटर से अधिक ऊंचाई वाले इलाकों में बर्फबारी की संभावना।
સતત 3 દિવસથી અટકી અટકીને થઈ રહેલા વરસાદને કારણે લોકો હેરાન થઈ ચૂક્યા છે. આ સાથે અનેક જગ્યાઓએ પાણી ભરાવવાના શરૂ થઈ ચૂક્યા છે. હવામાન વિભાગના ખરાબ હોવાના કારણે પહાડી વિસ્તારોમાં ઠંડી પડી રહી છે. જેના કારણે લોકો ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા હતા. મસૂરીમાં પણ હાડથીજાવનારી ઠંડીનો અનુભવ થયો હતો.
ગંગોત્રી રાષ્ટ્રિય ધોરીમાર્ગ કરાયો બંધ
ઉત્તરકાશી જિલ્લાના તમામ તહેસીલ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધારસુ નજીક કાટમાળને કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો હતો. જે બીઆરઓ દ્વારા સરળ બનાવવામાં આવી છે. દામતા નજીક ટેકરી વિરામના કારણે યમુનોત્રી હાઇવે અવરોધિત થઈ ગયો છે. હાઈવે પર કુથનનોર નજીક પણ ડેબ્રીસ આવી ગયો છે. હાઇવેને ખોલવાનું કામ યુદ્ધ કક્ષાએથી ચાલી રહ્યું છે. યમુનોત્રીધામ અને આસપાસના વિસ્તારમાં રાતથી બરફવર્ષા થઈ રહી છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારો અને યમુનાઘાટીમાં સતત વરસાદને પગલે ઠંડીમાં વધારો થયો હતો.
આ વિસ્તારોમાં થશે હિમવર્ષા
ચમોલીમાં વરસાદ રોકાતો નથી. અહીં બદ્રીનાથ, હેમકુંડ સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. નવી ટિહરીમાં ગુરુવારે રાત અને સવારથી બે વખત કરા પણ પડ્યા છે. શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ બંધ છે. પરંતુ આકાશમાં વાદળ હજી પણ છવાયેલા છે. ખેડૂતો પર વરસાદની માઠી અસર થઈ રહી છે.
આ વિસ્તારોમાં પણ થશે હજુ પણ વરસાદ
કુમાઉ, ભીમતાલ, લોહાઘાટ, મુક્તેશ્વર, નૈનિતાલ, અલ્મોડા, રુદ્રપુર, જસપુર, ટનકપુર, રામનગર, પિથોરાગઢ અને બાગેશ્વર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.