બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / uttarakhand tunnel rescue update labors trapped in tunnel come out after four days tunnel vertical drilling start
Dinesh
Last Updated: 07:37 AM, 27 November 2023
ADVERTISEMENT
Uttarkashi Tunnel Rescue: છેલ્લા બે અઠવાડિયાથી નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવા માટે રવિવારે ટનલની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધીમાં 19.2 મીટર ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. અહીંના અધિકારીઓએ જણાવ્યું હતું કે હોરિઝોન્ટલ ડ્રિલિંગ કરી રહેલા અમેરિકન ઓગર મશીનમાં ભંગાણ થયાના એક દિવસ બાદ કામદારોને બચાવવા વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
"Vertical drilling of 19.2 meters completed...": NHIDCL MD on Uttarkashi tunnel rescue ops
— ANI Digital (@ani_digital) November 26, 2023
Read @ANI Story | https://t.co/pNeDrU9q7T#Uttarkashi #UttarakhandTunnel #NHIDCL pic.twitter.com/qB7FbGotzy
ADVERTISEMENT
વર્ટિકલ ડ્રિલિંગનું કામ પૂરજોશમાં
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ટનલમાં ફસાયેલા કામદારો સુધી પહોંચવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવશે અને તેમાં ચાર દિવસનો સમય લાગશે. નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના મેનેજિંગ ડિરેક્ટર મહમૂદ અહેમદે સિલ્ક્યારામાં મીડિયાને જણાવ્યું હતું કે વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 19.2 મીટર ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સતલુજ હાઇડ્રોપાવર કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ વર્ટિકલ ડ્રિલિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ઓગર મશીનની બ્લેડ તૂટી ગઈ હતી
અહેમદે જણાવ્યું હતું કે, જો આ ડ્રિલિંગ કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે, તો અમે તેને 30મી નવેમ્બર સુધીમાં ચાર દિવસમાં પૂર્ણ કરવાની અપેક્ષા રાખી શકીએ છીએ. આડી ડ્રિલિંગ કરી રહેલા ઓગર મશીનના બ્લેડ કાટમાળમાં ફસાઈ ગયા હતા, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. ચારધામ યાત્રા રૂટ પર બનાવવામાં આવી રહેલી સિલ્ક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો. જેમાં કામ કરતા કામદારો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે ઘણી એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નોડલ ઓફિસરનું નિવેદન
ઉત્તરાખંડ સરકાર દ્વારા બચાવ કામગીરીમાં મદદ કરવા માટે નિયુક્ત નોડલ ઓફિસર નીરજ ખૈરવાલે જણાવ્યું હતું કે, કાટમાળમાં ફસાયેલા ઓગર મશીનના ભાગોને પ્લાઝમા કટર અને લેસર કટર વડે કાપીને તેને કાઢવાનું કામ ચાલી રહ્યું છે . તેમણે કહ્યું, સાંજે 7 વાગ્યા સુધીમાં કાટમાળમાંથી માત્ર 8.15 મીટર ઓગર મશીન દૂર રહેવાનું બાકી રહેશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.