uttarakhand news bjp core group meeting in dehradun
રાજનીતિ /
આ રાજ્યમાં મુખ્યમંત્રી બદલાવાની તૈયારી તેજ: હાઇકમાન્ડ એક્શનમાં, CM પદની રેસમાં 3 નવા નામ
Team VTV03:47 PM, 07 Mar 21
| Updated: 03:52 PM, 07 Mar 21
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત સામે અસંતોષ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં સત્તા પરિવર્તનના એંધાણ જોવા મળી રહ્યા છે. તો આગમી મુખ્યમંત્રી તરીકેને રેસમાં 3 નેતાઓના નામ સામે આવી રહ્યા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ સામે ઉઠ્યા વિરોધના સૂર
ભાજપ હાઇકમાન્ડ આવ્યું એક્શન મોડમાં
ધારાસભ્યોને તાબડતોબ એરલિફ્ટ કરવામાં આવ્યા અને બોલાવાઇ બેઠક
માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના સંસદીય બોર્ડે શનિવારે દહેરાદૂનમાં કોર ગ્રુપની બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના ઉપાધ્યક્ષ રમનસિંહને મોકલવામાં આવ્યા હતા અને તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં સામેલ થયેલા નેતાએ જણાવ્યું હતું કે, સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેને સંભાળવા માટે વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.
ધારાસભ્યોને તાબડતોબ એરલિફ્ટ કરવામાં આવ્યા
સૂત્રોનું માનવામાં આવે તો શનિવારે યોજાયેલી બેઠકમાં કેટલાક સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓએ ત્રિવેન્દ્રસિંહ રાવત સામે બંડ પોકાર્યું હતું. તો આ બેઠકમાં સામેલ થવા માટે કેટલાક નેતાઓને દિલ્હી દરબારમાંથી ફોન કરીને સામેલ થવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તો 24 જેટલા ધારાસભ્યોને ખાસ હેલિકોપ્ટર મારફતે દહેરાદૂન ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, જો ધારાસભ્ય દળની બેઠક યોજાશે તો સીધો જ અર્થ છે કે, નેતૃત્વ પરિવર્તન થશે.
3 ચહેરા મુખ્યમંત્રી રેસમાં
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની રેસમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, સતપાલ મહારાજ તથા સાંસદ અનિલ બલૂની રેસમાં છે. આ વિરોધના સૂર 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉઠ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાઇકમાન્ડ આવ્યું એક્શન મોડમાં
જો કે, ભાજપ હાઇકમાન્ડ આ મુદ્દે તાત્કાલિક અસરથી એક્શન મોડમાં આવ્યું અને સ્થિતિ સંભાળવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોર ગ્રુપની બેઠક બાદ શનિવારે જ પાર્ટીના કેટલાક ધારાસભ્યો દિલ્હી જવા માટે રવાના થયાં હતા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષે આપ્યું નિવેદન
જો કે, કોર કમિટીની બેઠક બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંશીધર ભગતે ચહેરો બદલાવાની અટકળો પર વિરામ લગાવ્યો હતો. 13 ધારાસભ્યોની નારજગીના સવાલ સામે તેમણે કહ્યું હતું કે, પાર્ટીનો કોઇ જ ધારાસભ્ય નારાજ નથી. તમામ વાતો ઉપજાવવામાં આવી છે.