બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / '....નહીંતર ચેકપોસ્ટ પર જ રોકી દેવાશે', ચાર ધામ જનારા ગુજરાતીઓ પહેલા આ ગાઇડલાઇન ખાસ વાંચી લે
Last Updated: 09:44 PM, 23 May 2024
ચારધામ યાત્રામાં ભક્તોની બેકાબુ ભીડને કારણે હજ્જારો લોકોને ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો છે તો અનેક લોકો અટવાઇ જવાને કારણે હેરાન-પરેશાન થયા છે. જેને લઇને ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે..
ADVERTISEMENT
નોંધણી નહીં હોય તો ચેકપોસ્ટ પર જ રોકી દેવાશે
જેમાં ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુને ફરજિયાત નોંધણી કરવા સૂચના અપાઇ છે. . નોંધણી વિના જતા શ્રદ્ધાળુને ચેકપોસ્ટ પર જ રોકી દેવાશે. ચારધામ યાત્રાની નોંધણીની તારીખનું પણ ચુસ્તપણે પાલન કરવા સૂચના અપાઇ છે. માર્ગદર્શિકા અનુસાર ચારધામ યાત્રા ટૂર ઓપરેટરે નોંધણીની પ્રક્રિયા સુનિશ્ચિત કરવી પડશે. ટ્રાવેલ એસોશિએશન સાથે બેઠકમાં માર્ગદર્શિકાનું પાલન કરવા કડક સૂચના અપાઇ છે.
ADVERTISEMENT
આ વર્ષે દર્શન માટે ભારે ભીડ
10મી મેથી આ યાત્રાનો પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે દર્શન માટે ભીડ જોવા મળી રહી છે. ચારધામ યાત્રા એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી આવનારા ભક્તોની સંખ્યાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.
રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં ગંગોત્રી-યમુનોત્રી ધામમાં કુલ 14 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને બદ્રીનાથ ધામમાં પણ ત્રણ મુસાફરોના મોતના અહેવાલ છે. આમ ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 17 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે.. શેર કરવામાં આવેલ ડેટા અનુસાર 14 મે સુધી, 1.55 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ, 70,000 થી વધુ યમુનોત્રી અને 60,000 થી વધુ ગંગોત્રીની મુલાકાત લીધી છે.
4,000 મીટરથી વધુની ઊંચાઈ પર ચઢવું પડે
ચાર ધામની મુલાકાત લેવા માટે 4,000 મીટરથી વધુની ઊંચાઈ પર ચઢવું પડે છે. વૃદ્ધો અને બીમાર લોકો માટે આ યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. જ્યારે ભક્તો ઊંચાઈએ હોય છે ત્યારે પાતળી હવાને કારણે તેમના ફેફસાંમાં ઓછો ઓક્સિજન પહોંચે છે. આનાથી ફેફસાં અને હૃદય પર તણાવ વધે છે. આ જ કારણ છે કે ઘણા સ્વસ્થ લોકોને વધુ ઊંચાઈએ ચક્કર આવવા, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ ચાર ધામ યાત્રા શરૂ કરતા પહેલા જાણી લો આ રસપ્રદ વાતો, તમે ભાગ્યે જ જાણતા હશો!
રજીસ્ટ્રેશન માટે લાંબો સમય રાહ જોવી પડે છે
આ ઉપરાંત ચાર ધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે, જેના કારણે પોતાના વારાની રાહ જોઈ રહેલા લોકોનો રોષ પ્રશાસન સામે ફાટી નીકળ્યો છે. લોકોએ પ્રશાસન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. લોકો 5-5 દિવસથી પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.