બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઉત્તરાખંડના દહેરાદૂનમાં ગમખ્વાર અકસ્માત: 3 છોકરીઓ સહિત 6ના મોત, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા
Last Updated: 09:20 AM, 12 November 2024
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં છ લોકોના મોત થઈ ગયા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એક યુવકની હાલત નાજુક છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતનો ભોગ બનેલી કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ 2 વાગે દેહરાદૂનના ONGC ચારરસ્તા પાસે થઈ હતી. અહીં સાત છોકરા-છોકરીઓ એકસાથે કારમાં બેસીને ફરવા નીકળ્યા હતા, જેમાંથી ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓના મોત થઈ ગયા. અકસ્માતમાં કેટલાકના શરીરના ચીથરા ઉડી ગયા.
ADVERTISEMENT
5 મૃતક દેહરાદૂનથી અને એક ચંબાથી
કારમાં સવાર તમામ લોકોની ઉંમર 25 વર્ષથી ઓછી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતીઓમાં 19 વર્ષીય ગુનિત સિંહ, 23 વર્ષીય નવ્યા ગોયલ અને 20 વર્ષીય કામાક્ષી સિંઘલનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવતીઓ દેહરાદૂન શહેરના અલગ-અલગ વિસ્તારની રહેવાસી હતી. આ સિવાય મૃત્યુ પામેલા છોકરાઓની ઓળખ 23 વર્ષીય કુણાલ કુકરેજા, 24 વર્ષીય અતુલ અગ્રવાલ, અને 24 વર્ષીય રિષભ જૈન તરીકે થઈ છે. તેમાંથી કુણાલ કુકરેજા હિમાચલના ચંબાનો રહેવાસી હતો, જ્યારે બાકીના લોકો દેહરાદૂનના રહેવાસી હતા.
આ પણ વાંચો: ક્યાંક ઠંડી થથરાવશે તો ક્યાંક માવઠું ત્રાટકશે, જાણો ગુજરાતથી લઇને દિલ્હી સુધી વાતાવરણ કેવું રહેશે
ઘાયલ યુવક દેહરાદૂનનો રહેવાસી
આ ઉપરાંત ઘાયલ થયેલા યુવકની ઓળખ 25 વર્ષીય સિદ્ધેશ અગ્રવાલ તરીકે થઈ છે. તે દહેરાદૂનના આશિયાના શોરૂમ મધુબનની સામે રાજપુર રોડનો રહેવાસી છે. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલાયો / બગડેલી ઓલાદ! પુત્રે ઊંઘમાં માતાપિતા-બહેનના ગળા કાપી નાખ્યાં, સંપત્તિમાં બેદખલનો બદલો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.