Uttarakhand CM Pushkar Singh Dhami dismisses Minister Harak Singh Rawat from Cabinet
રાજનીતિ /
ઉત્તરાખંડમાં હરકસિંહ રાવત પર મોટી કાર્યવાહીઃ મંત્રીમંડળમાંથી કરાયા બહાર, ભાજપે કર્યા ડિસમીસ, જાણો કારણ
Team VTV11:42 PM, 16 Jan 22
| Updated: 11:43 PM, 16 Jan 22
ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે હરકસિંહ રાવત પર મોટી કાર્યવાહી કરી છે. પક્ષ વિરૂદ્ધની કામગીરીને લઇને સરકાર અને પાર્ટી દ્વારા કાર્યવાહી કરાઈ છે.
હરકસિંહ રાવત પર મોટી કાર્યવાહી
ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, મંત્રિમંડળથી પણ બહાર
2016માં ભાજપમાં સામેલ થયા હતા
સૂત્રોના અનુસાર, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હરક સિંહ રાવતને ઉત્તરાખંડ મંત્રિમંડળથી સસ્પેન્ડ કરવાની અપીલ રાજ્યપાલને મોકલી છે. આ સિવાય ભાજપે પણ તેમને 6 વર્ષ માટે પાર્ટીથી સસ્પેન્ડ કરી દીધા.
Uttarakhand Chief Minister Pushkar Singh Dhami dismisses State Minister Harak Singh Rawat from the Cabinet: CMO
Rawat, a BJP MLA, has been expelled from the party for a term of 6 years
જણાવાય રહ્યું છે કે, કોંગ્રેસ નેતાઓને મળવા જેવી ગતિવિધિઓમાં સામેલ હોવાને લઇને હરકસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હરકસિંહ સોમવારે કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. એટલું જ નહીં તેમની સાથે 2 ભાજપના ધારાસભ્ય પણ કોંગ્રેસમાં જોડાઇ શકે છે.
હરકસિંહ રાવતે હાલમાં જ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, તેમના રાજીનામાને રાજ્યપાલે સ્વીકાર્યું ન હતું. જણાવાય રહ્યું છે કે, ભાજપે તેમને મનાવવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ ભાજપ છોડવાનું તેમણે મન બનાવી લીધું છે. તેવામાં પાર્ટી વિરોધીઓ ગતિવિધિઓમાં સામેલ થવાને લઇને હવે તેમણે મંત્રિમંડળ અને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે.
2016માં ભાજપમાં સામેલ થયા હતા
હરકસિંહ રાવતે રાજકીય કરિયર પર નજર નાખીએ તો તેમણે ઘણી વખત બળવો કર્યો છે. 2016માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. પરંતુ ભાજપમાં સામેલ થયા બાદ પણ તેમની નેતૃત્વ સાથે અણબનાવ જોવા મળ્યા. તેવામાં હવે ફરી એક વખત તેઓ પોતાની જૂની પાર્ટીમાં ઘરવાપસી કરી શકે છે. જો એવું થાય છે તો હરીશ રાવત માટે કેટલાક સમીકરણ બદલી શકે છે.