ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આજે શુક્રવારે પોતાના CM પદ પરથી રાજીનામું આપી દીધું છે, શુક્રવારે સવારે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આ વાત પણ લખી હતી.
CM પદ પરથી રાજીનામું આપી દીધું
આવતીકાલે નવા મુખ્યમંત્રી માટેની બેઠક
તીરથ સિંહ રાવતને માર્ચ 2021માં જ મુખ્યમંત્રી બનાવ્યા
CM પદ પરથી રાજીનામું આપી દીધું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આજે શુક્રવારે પોતાના CM પદ પરથી રાજીનામું આપી દીધું છે, શુક્રવારે સવારે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આ વાત પણ લખી હતી. આ પાછળનું મુખ્ય કારણ હજી સુધી જાણી શકાયું નથી, પણ સંવિધાન મુજબ કોઈ સંકટ આવી પડ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકીય અટકળો વચ્ચે CM રાવતે જેપી નડ્ડા સાથે મુલાકાત પણ કરી હતી. જ્યારે CM રાવતજીને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે મૌન સાધી લીધું હતું.
આવતીકાલે નવા મુખ્યમંત્રી માટેની બેઠક
ઉત્તરાખંડને ચાર વર્ષમાં ત્રીજા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. આ વર્ષે લગભગ એક વર્ષ માટે મુખ્યમંત્રી બનશે. બીજી બાજુ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદને લઈ આવો પડેલ સંકટને દૂર કરવા માટે ભાજપ દ્વારા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. શનિવારે ત્રણ વાગ્યે આ બેઠક યોજાશે. પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક આ બેઠકની અધ્યક્ષતા કરશે.
તીરથ સિંહ રાવતને માર્ચ 2021માં જ મુખ્યમંત્રી બનાવ્યા
તીરથ સિંહ રાવતને માર્ચ 2021માં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.તેમણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની જગ્યા લીધી હતી. ત્રિવેન્દ્ર સિંહ રાવત વિરુદ્ધ ભાજપ દ્વારા જ વિરોધ થયો હતો, ત્યારપછી ઉત્તરાખંડમાં CM બદલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાર વર્ષ સુધી ત્રિવેન્દ્ર સિંહના રહ્યા બાદ તેમના સ્થાને તીરથ સિંહ રાવતને માર્ચ 2021માં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. એટલે માત્ર ચાર જ મહિનામાં આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.CM રાવતે જેપી નડ્ડા સાથે મુલાકાત પણ કરી હતી. જ્યારે CM રાવતજીને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે મૌન સાધી લીધું હતું.