બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Uttar ptadesh Lok sabha election 2019 result

ચૂંટણી / UP લોકસભા ચૂંટણી પરિણામ 2019: ભાજપે લગાવી હાફ સેન્ચ્યુરી

vtvAdmin

Last Updated: 11:49 AM, 23 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.ઉત્તરપ્રદેશમાં શરૂઆતી રુઝાનમાં ભાજપ આગળ જોવા મળે છે. કેન્દ્રની સત્તા નક્કી કરવામાં મહત્વના માનવામાં આવતા ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડી ગઠબંધન થવાના કારણે આ વખતે સ્થિતિ બદલાયેલી છે. અહીં સૌથી વધુ 80 લોકસભા સીટ છે.

લોકસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવી રહ્યા છે. દેશની 542 સીટો પર મતગણતરી શરૂ થઇ ગઇ છે. દરેક લોકોની નજર આ પરિણામો પર છે. આ ચૂંટણી દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે પણ મહત્વપૂર્ણ છે. ગત ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેરમાં કોંગ્રેસ પોતાના ઇતિહાસમાં સૌથી ઓછી સીટ 44 પર જ રહી ગઇ હતી.

 

ત્યારે આજે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટો પર પણ મતગણતરી થઇ રહી છે. જેમાં સવાર સુધીમાં ભાજપ 58 સીટથી આગળ છે. ત્યારે કોંગ્રેસની 2 સીટો અને સપા-બસપાની 20 સીટો હાલ નજરે પડી રહી છે. 

ઉલ્લેખનીય છે કે આ વખત યૂપીમાં સત્તાધારી ભાજપને પડકાર આપવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન પાર્ટી અને આરએલડીએ ગઠબંધન કર્યું છે. 2014માં ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને આરએલડીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. જ્યારે ભાજપે તેમના સહયોગી દળ સાથે મળીને ચૂંટણી લડી હતી. એનડીએએ 73 સીટ પર જીત મેળવી હતી. તેમાં 31 સીટો પર સપા, 34 પર બસપા અને એક પર આરએલડી બીજા સ્થાને રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Akhilesh yadav Lok Sabha Election 2019 Lok sabha election results Mayawati PM Narendra Modi national uttar pradesh Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ