બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બાપ રે બાપ! ઠંડી ચા મળતા યુવકે પિત્તો ગુમાવ્યો, ગાળો ભાંડી કાફે સંચાલકને ગોળી ધરબી

UP / બાપ રે બાપ! ઠંડી ચા મળતા યુવકે પિત્તો ગુમાવ્યો, ગાળો ભાંડી કાફે સંચાલકને ગોળી ધરબી

Last Updated: 11:55 PM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના એટામાં ચાના રૂપિયા માંગવા પર કેફે માલિકને ગોળી મારવામાં આવી છે. જાણો સમગ્ર મામલો.

યુપીના એટાથી એક સનસની સામે આવી છે. જ્યાં સોમવાર રાત્રે ઠંડી ચા આપવા પર યુવકે ગાળો દીધી કેફેના સંચાલકને ગોળી મારી દીધી. ગોળી લગતા જ કેફે સંચાલક જમીન પર પડી ગયો. આનન-ફાનનમાં તેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો. પેટમાં ગોળી લાગવાથી હાલત ગંભીર જોતા આગ્રા રેફર કરી દીધો. મામલામાં પિતાએ બે આરોપીઓ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી છે. માહિતી પર સીઑ સિટી પણ પહોંચી ગયા અને ઘટનાની જાણકારી લીધી છે.

સિંધી કોલોની નિવાસી સુનિલ કુમાર આગ્રા રોડ પર એક ચા કેફે ચલાવે છે. સોમવારે રાત્રે ગંગાનગર નિવાસી રવિ પોતાના સાથી સાથે બાઇક લઈને આવ્યો. ચા કેફે પર રોકાઈને ચા પીધી. આરોપ છે કે પૈસા દીધા વિના જ જવા લાગ્યા. જ્યારે પીડિતે રૂપિયા માંગ્યા તો આરોપીએ ગાળો બોલતા કહ્યું કે ઠંડી ચા આપી અને ઉપર થી રૂપિયા પણ માંગી રહ્યો છે. આટલું કહેતા જ સાથીની સાથે મળીને આરોપીએ કેફે સંચાલક સુનિલ કુમારને ગોળી મારી ઘાયલ કરી દીધો. પેટમાં ગોળી વાગવાથી યુવક ગંભીર ઘાયલ થઈ ગયો. ઘટના બાદ યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘાયલને મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો. હાલત ગંભીર જોઈને તેમને આગ્રા રિફર કરવામાં આવ્યા છે.

મામલાની જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને ઘટનાની માહિતી લીધી છે. બીજી તરફ, સીઓ સિટી પણ મેડિકલ કોલેજ પહોંચ્યા અને ઘટનાની માહિતી લીધી. આ કેસમાં બે આરોપીઓ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ઘાયલના પિતા પુરુષોત્તમે ગંગાનગર કોતવાલી નગરના રહેવાસી આરોપી રવિ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરી છે. આરોપીઓની શોધ ચાલુ છે.

કોંગ્રેસે યોગી સરકાર પર નિશાનો સાધ્યો

આ મુદ્દા પર પ્રદેશ કોંગ્રેસે યોગી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, 'એટામાં ચાના પૈસા માંગવા દુકાનદારને એટલું મોંઘું પડ્યું કે દબંગોએ તેને ગોળી મારી દીધી. રાજ્યના નાના દુકાનદારોને દરરોજ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ સરકાર તેમને આ સમસ્યાઓમાંથી રાહત આપવા માટે કોઈ પહેલ કરતી નથી કારણ કે ભાજપને તેના પોતાના અમીર મિત્રો સિવાય બીજું કોઈ દેખાતું નથી.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP News Etah Crime UP Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ