બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ભારત / મહાકુંભમાં કેવી રીતે પહોંચવું અને ક્યાં રહેવું?, કેટલું ચાલવું પડશે?, જતા પહેલા જાણી લો આખી સિસ્ટમ
Last Updated: 03:26 PM, 16 January 2025
MahaKumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થયેલો મહાકુંભ મેળો એ ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળો છે, જેમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ કુંભમાં સ્નાન કરવા આવી રહ્યા છે. પરંતુ, કુંભમાં જતા પહેલા લોકોના મનમાં ઘણા સવાલો હોય છે કે શું કુંભમાં જવા માટે અગાઉથી કોઈ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે? આપણે ત્યાં જઈએ તો કેટલા કિલોમીટર ચાલવું પડશે? જો આપણે ટ્રેનમાં જઈએ તો હોટેલ, રૂમ લેવાનું ક્યાં યોગ્ય રહેશે અને રહેવાની વ્યવસ્થા શું હશે? આજે અમે તમને આવા જ સવાલોના સરળ ભાષામાં સમજાવીશું.
ADVERTISEMENT
મહાકુંભ 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 13મી જાન્યુઆરી 2025થી શરૂ થયો છે. જે 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કુંભમાં 6 શાહી સ્નાન થશે, જેમાં સામાન્ય દિવસ કરતા વધારે ભીડ હશે.
ADVERTISEMENT
કુંભના શાહી સ્નાનની વિગતો નીચે મુજબ છે
કેટલો છે મહાકુંભનો વિસ્તાર
મહાકુંભના વિસ્તારની વાત કરવામાં આવે તો તેને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં ફાફામાઉ ઝોન, અરેલ, પરેડ અને ઝુંસી ઝોનનો સમાવેશ થાય છે. આ ઝોનમાં 25 સેક્ટર બનાવવામાં આવ્યા છે. જેનો અર્થ એ છે કે જે કોઈ પણ દિશામાંથી પ્રયાગરાજમાં પ્રવેશ કરે છે તે તે ઝોનમાં જોડાઈ શકે છે. શહેરમાંથી જનારાઓને પરેડ ઝોનમાંથી એન્ટ્રી મળશે. જો તમે મહાકુંભમાં જઈ રહ્યા છો તો તમારે ત્યાં સ્નાન કરવા માટે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. ઘણી વેબસાઇટ્સ રજીસ્ટ્રેશન કરાવવાનો વિકલ્પ આપી રહી છે, પરંતુ સત્તાવાર રીતે આવું કોઈ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તમે પ્રયાગરાજ કોઈપણ રજીસ્ટ્રેશન વગર કુંભમાં સ્નાન કરી શકો છો.
મહાકુંભમાં ટ્રેનમાં કેવી રીતે જવું?
મહાકુંભમાં માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જૂદી જૂદી જગ્યાએથી ડાયરેક્ટ ટ્રેન દ્વારા પ્રયાગરાજ પહોંચી શકો છે. પ્રયાગરાજના 9 સ્ટેશનો છે જ્યાંથી મહાકુંભ જઈ શકો છો. એટલે તમારે તમારા શહેર અથવા જ્યાંથી ટ્રેન પ્રયાગરાજ જતી હોય તેવી ટ્રેનોની આ 9 સ્ટેશનોમાંથી કોઈ એક સ્ટેશન માટે ટિકિટ બુક કરાવી શકો છો. ઉલ્લેખનીય છે કે સ્ટેશન કોડ દ્વારા સરળતાથી ટિકિટ બુક કરી શકાય છે.
આ સ્ટેશનની ટિકિટ કરાવી શકો છો
આ સ્ટેશનોમાં પ્રયાગરાજ જંક્શન (PRYJ), પ્રયાગરાજ રામબાગ (PRRB), પ્રયાગરાજ સંગમ (PYG), પ્રયાગ જંક્શન (PRJ), નૈની જંક્શન (NYN), પ્રયાગરાજ છિવકી (PCOI), ફાફામાઉ જંક્શન (PFM), ઝુંસી (JI), સુબેદારગંજ (SFG)નો સમાવેશ થાય છે. આ સ્ટેશનથી બહાર આવ્યા પછી તમારે સંગમ સુધી જવું પડશે. આ માટે રેલવે દ્વારા શટલ બસો પણ ચલાવવામાં આવી છે. આ સાથે, તમે અન્ય જાહેર પરિવહન દ્વારા પણ સંગમ સ્થાન પર પહોંચી શકો છો.
બસમાં કેવી રીતે જવું?
જો તમે બસ દ્વારા જવાનું વિચારી રહ્યા હોવ તો તમારે પ્રયાગરાજ બસ સ્ટેન્ડ, કચેરી બસ સ્ટેન્ડ, ઝુંસી, સરસ્વતી દ્વાર, બેલી/બેલા કછાર, નેહરુ પાર્ક, સરસ્વતી હાઇટેક સિટી, કુષ્ટા બસ સ્ટેન્ડ જવું પડશે. તમે તમારા શહેરમાંથી આવતી ટ્રેનો અનુસાર તમારું બસ સ્ટેન્ડ પસંદ કરી શકો છો.
વધુ વાંચો : 'ચાય વાલે બાબા'થી લઇને 'કાંટા વાલે બાબા' સુધી, જુઓ મહાકુંભના સાધુ-સંતોનો આગવો અંદાજ
પોતાની કારમાં કેવી રીતે પહોંચવું
જો તમારે પોતાની કાર સાથે જવું હોય તો તમે સીધા સંગમ વિસ્તારમાં જઈ શકો છો અને તમારી કાર પાર્કિંગમાં પાર્ક કરી શકો છો અને ત્યાંથી ચાલીને સંગમ જઈ શકો છો. સંગમ વિસ્તારથી 4 થી 15 કિલોમીટરના અંતરે આવેલા દરેક વિસ્તાર માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે તમારી હોટેલ અને પોલીસ પ્રશાસનની વ્યવસ્થા અનુસાર તમારી કાર ત્યાં પાર્ક કરી શકો છો. નોંધનીય છે કે, શાહી સ્નાનના દિવસે તેની આસપાસની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે. જેમાં વાહનોને અગાઉથી અટકાવી દેવાશે અને શ્રદ્ધાળુઓએ થોડું વધારે ચાલવું પડી શકે છે.
ધર્મના મહાપર્વ મહાકુંભ 2025
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 13, 2025
જાણો એક ક્લિકમાં સંપૂર્ણ ઉપયોગી જાણકારી#UttarPradesh #prayagraj #mahakumbh #mahakumbh2025 #mahakumbhamela #vtvgujarati #vtvcard pic.twitter.com/pWqDMKb3Pt
મહાકુંભમાં પહોંચવા કેટલું ચાલવું પડશે?
મહાકુંભ મેળા દરમિયાન શાહી સ્નાન અને સામાન્ય દિવસોમાં અલગ-અલગ વ્યવસ્થા હશે. શાહી સ્નાનના દિવસે તમારે સામાન્ય દિવસ કરતાં વધુ ચાલવું પડશે. અને તે 10 કિલોમીટર સુધી પણ ચાલવું પડી શકે છે. આ માટે, સામાન્ય દિવસે તમારે પાર્કિંગ અથવા જાહેર પરિવહન સ્ટેન્ડથી સંગમ પહોંચવા માટે ઓછું ચાલવું પડશે, પરંતુ તેમ છતાં તમારે 4-5 કિલોમીટર સુધી તો ચાલવું પડશે. જો કે ભીડ નિયંત્રણ માટે વહીવટીતંત્ર દ્વારા પણ ફેરફાર કરવામાં આવી શકે છે. ઉપરાંત, ચાલવાનું અંતર દરેક ઝોનના આધારે બદલાઈ શકે છે. વહીવટીતંત્ર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કેટલાક પાર્કિંગ વિસ્તારો સંગમ વિસ્તારથી 2 કિલોમીટર દૂર પણ છે, જે ઝુંસી વિસ્તારમાં છે. આ સિવાય અમુક પાર્કિંગ 16 કિલોમીટર દૂર છે.
વધુ વાંચો : આહા! ઝગમગી ઉઠ્યું પ્રયાગરાજ, આવો નજારો પહેલાં ક્યારેય નહીં જોયો હોય, જુઓ Photos
કુંભમાં જવા માટે ટેન્ટ બુક કરાવવો જરૂરી છે?
એવું જરૂરી નથી કે તમારે માત્ર ટેન્ટમાં જ રહેવું પડે. સંગમ વિસ્તારની નજીક એક ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે, જ્યાં તમે ટેન્ટમાં રહી શકો છો. ફાયદો એ છે કે તમે સંગમની નજીક રહી શકો છો અને અહીંથી પ્રવાસીઓને ધાર્મિક વિધિઓ, પવિત્ર સ્નાન અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં સરળતાથી પ્રવેશ મળે છે. તમે ટેન્ટ સિટીની બહાર હોટલ, ધર્મશાળા, હોમસ્ટે વગેરેમાં પણ રહી શકો છો. જો તમે ટેન્ટ બુક કરવા માંગતા હોવ તો તમે UPSTDCની સત્તાવાર વેબસાઈટ પરથી બુક કરાવી શકો છો. તેમના દર અલગ-અલગ ટેન્ટ પ્રમાણે બદલાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.