બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:12 PM, 29 May 2024
બે દિવસ પહેલા યુવકને અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. તેણે ફોન ઉપાડ્યો કે તરત જ બીજી બાજુથી એક છોકરી બોલી. કંઇ સમજે તે પહેલા તરત જ અશ્લીલતા શરૂ કરી. આ જોઈને યુવક ચોંકી ગયો અને અલગ રૂમમાં ગયો હતો દરમિયાન યુવકને બાથરૂમમાં જવાનું કહ્યું હતું. બાથરૂમમાં પહોંચતા જ તેને કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
અજાણ્યા નંબર પરથી આવેલા વીડિયો કોલે ઘરના એકના એક દિકરારનો જીવ લઇ લીધો છે. યુવકે ફોન આવ્યો તેને ઉપાડ્યો અને સામેની યુવતીએ કહ્યું કે તમારો અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યો છે. જો તે ઇન્ટરનેટ મીડિયા પર પ્રસારિત ન થાય, તો તમારે પૈસા ચૂકવવા પડશે. છોકરાને અનેક વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. હની ટ્રેપમાં ફસાયેલો યુવક એટલો હતાશ થઈ ગયો હતો કે તેણે ઝેર ગટગટાવી જીવન ટુકાવ્યુ હતું. તેના લગ્ન એક મહિના પહેલા જ બહેડીથી થયા હતા.
ADVERTISEMENT
સમગ્ર મામલો શું છે
આ ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના સીબીગંજના એક ગામનો છે. અહીં રહેતા ખેડૂતનો એકમાત્ર પુત્ર ઘરની ખેતી જોવાની સાથે ખાનગી નોકરી પણ કરતો હતો. તેના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. મંગળવારે મોડી રાત્રે અચાનક ઝેર પીધુ હતું. પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેને ભોજીપુરા સ્થિત મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અચાનક બનેલી ઘટના બાદ મોતના કારણની ચર્ચાઓ થઈ ગઈ હતી અને બધાને આશ્ચર્ય થયું હતું.
બાથરૂમમાં કપડાં ઉતરાવ્યા
ગ્રામજનોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા યુવકને અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. તેણે ફોન ઉપાડ્યો કે તરત જ બીજી બાજુથી એક છોકરી બોલી. તરત જ અશ્લીલતા શરૂ કરી. આ જોઈને યુવક ચોંકી ગયો અને અલગ રૂમમાં ગયો હતો. દરમિયાન યુવકને બાથરૂમમાં જવાનું કહ્યું હતું. બાથરૂમમાં પહોંચતા જ તેને કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું. દરમિયાન તેનો વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. થોડા સમય બાદ યુવકને કહેવામાં આવ્યું કે તેણે યુવતી સાથે અશ્લીલ હરકતો કરી છે. જ્યારે તેણે આ વાતનો ઈન્કાર કર્યો તો તેને પુરાવા તરીકે વોટ્સએપ વીડિયો મોકલીને ધમકી આપવામાં આવી હતી.
અજાણ્યા નંબર પર ડીપી પોલીસની
કોઈક રીતે યુવકે ફોન ડિસકનેક્ટ કરીને મુશીબતથી બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પછી તેને સંબંધિત નંબર પરથી સતત ફોન આવવા લાગ્યા. દરમિયાન પોલીસના ડીપી લગાવેલ એક નંબર પરથી કોલ આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહીની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે યુવક ડરી ગયો હતો. તે બે દિવસ મૌન રહ્યો અને અચાનક આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
ભોજીપુરા પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર યુવકના શરીરમાં ઝેરના લક્ષણો જોવા મળ્યા છે. હાલ આ મામલે સગાસંબંધીઓએ પોલીસમાં ફરિયાદ કરી નથી પરંતુ સમગ્ર ઘટના ગામમાં ચર્ચાનો વિષય બની છે. એવી અફવા છે કે યુવકે આ ઘટના એક મિત્ર સાથે શેર કરી હતી. તેણે તેને સમજાવ્યો પણ તે તેના ડરને દૂર કરી શક્યો નહીં. એક મિત્ર દ્વારા વાર્તા બહાર આવી.
વધુ વાંચોઃ નવીન પટનાયકની એકાએક તબિયત બગડતા PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું 'કોઇ ષડયંત્ર છે કે શું?'
સીબીગંજ પોલીસના ઇન્સપેક્ટર રાધેશ્યામએ જણાવ્યુ હતું કે , આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ પત્ર મળતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભોજીપુરા પોલીસે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર યુવકના શરીરમાં ઝેરના લક્ષણો જોવા મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.