બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 AM, 4 October 2024
Mirzapur Road Accident: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં પ્રયાગરાજ-વારાણસી હાઈવે પર એક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે શ્રમિકોને લઈ જઈ રહેલા ટ્રેકટરને ટક્કર મારતા ભીષણ અકસ્માતની ઘટના બની હતી. આ ગંભીર અકસ્માતમાં 10 શ્રમિકોના મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ADVERTISEMENT
#WATCH | Mirzapur, UP: Abhinandan, SP Mirzapur says "At around 1 AM, we received information that an accident had occurred on the GT Road at Mirzamurad Kachhwa border, in which a tractor carrying 13 people, which was going from Bhadohi district towards Banaras, was hit from… pic.twitter.com/9tovo3gpY3
— ANI (@ANI) October 4, 2024
ભયાનક અકસ્માતમાં 10 શ્રમિકોએ જીવ ગુમાવ્યો
ADVERTISEMENT
આ ઘટનાની વધુ વિગતો મુજબ, કચવાન પોલીસ સ્ટેશન વિસ્તારના કટકા ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 10 શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો. ઘટના ભદોહી જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે બની હતી જેમાં ટ્રેક્ટર પર સવાર શ્રમિકો ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન પાછળથી એક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાને વધુ સારવાર માટે વારાણસી ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.
વધુ વાંચો : ટૂંક સમયમાં વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ! જો બાયડનના નિવેદનથી ક્રૂડ ઓઈલમાં 5 ટકાની તેજી
અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
આ ભયાનક ઘટનાની જાણ થતાં જ એસપી અને અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અને ઈજાગ્રસ્ત શ્રમિકો વારાણસી જિલ્લાના મિર્ઝામુરાદના રહેવાસી હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, અનિયંત્રિત ટ્રકે પહેલા બાઇકને ટક્કર મારી અને પછી ટ્રેક્ટર સાથે અથડાઇ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટર કૂદીને નાળામાં પડી ગયું હતું. જે બાદ ટ્રક પણ નાળામાં ખાબકી હતી.
પોલીસને રાતે અકસ્માતની માહિતી મળી
આ અકસ્માતની માહિતી પોલીસને રાતે 12.30ની આસપાસ મળી હતી. જે બાદ સીઓ અમર બહાદુર નજીકના પોલીસ સ્ટેશનના જવાનો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જે સવાર સુધી ચાલુ હતું. ક્રેનની મદદથી ટ્રેક્ટર અને ટ્રકને નાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત બાદ લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. આ પછી ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક અભિનંદને લોકોને શાંત પાડીને રસ્તો ખોલાવીને ટ્રાફિક હળવો કર્યો હતો.
વધુ વાંચો : રેલવેમાં 10 પાસ માટે નોકરી, પગાર મહિને 63000થી વધારે, છેલ્લી તારીખ પહેલા કરો એપ્લાય
મૃતકોના નામ આવ્યા સામે
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ભાનુ પ્રતાપ (26), અનિલ કુમાર (35), સૂરજ (24), વિકાસ (24), નાનક (18), નીતિન (22), મુન્ના (25), ટેરુ (25) સનોહર (24), પ્રેમ શંકર (40) તરીકે થઈ છે.જ્યારે જામુની, આકાશ અને અજય અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
હૈદરાબાદમાં હેરાનીભર્યું / પ્રેમમાં તો આવું પણ થાય! ગર્લફ્રેન્ડે ખૂબ વિચિત્ર કારણે કર્યો આપઘાત, માન્યામાં નહીં આવે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.