બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લો બોલો! લગ્નમાં વગર આમંત્રણ એવાં મહેમાને એન્ટ્રી મારી, કે આખો મેરેજ હોલ માથે લીધો, જુઓ Video
Last Updated: 11:14 AM, 13 February 2025
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 12 ફેબ્રુઆરીની મોડી રાત્રે એક દીપડો લગ્નમાં ઘૂસી ગયો. જેના કારણે ત્યાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આખી રાત ચાલેલા ઓપરેશન બાદ સવારે 4 વાગ્યે દીપડો પકડાયો. દીપડાના હુમલામાં એક ફોરેસ્ટ ગાર્ડ ઘાયલ થયો છે. ભાગદોડને કારણે બે કેમેરામેન પણ ઘાયલ થઈ ગયા છે.
ADVERTISEMENT
#Lucknow के MP Lawn Buddhweshwar में घुसा तेंदुआ... पकड़ने आई पुलिस पर भी मारा ऐसा झपट्टा, हाथ छूट गई बंदूक.... उल्टे पैर दौड़ पड़े पुलिसकर्मी... एक घायल...
— Kuldeep Panwar (@Sports_Kuldeep) February 12, 2025
रेस्क्यू करने की कोशिशें जारीं...#LucknowVideo #ViralLeopardVideo #viralvideo pic.twitter.com/IK8Be8Q19U
ડીસીપી વેસ્ટ વિશ્વજીત શ્રીવાસ્તવને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું, "લખનૌના બુદ્ધેશ્વર એમએમ લૉનમાં એક લગ્ન ચાલી રહ્યા હતા. લોકો નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન, અચાનક તંબુની પાછળથી એક દીપડો ઘૂસી આવ્યો. તેને જોઈને લોકો ખાવા-પીવાનું છોડીને ભાગવા લાગ્યા. લોકોને દોડતા જોઈને દીપડો પણ હોલની છત પર પહોંચી ગયો. શરૂઆતમાં, કેટલાક મહેમાનોને લાગ્યું કે તે મજાક છે અથવા કોઈ કૂતરો અંદર ઘૂસી આવ્યો છે. ભાગદોડ દરમિયાન, લગ્નનું શૂટિંગ કરવા આવેલા બે કેમેરામેન પણ ઘાયલ થયા છે."
ADVERTISEMENT
#Leopard at a marriage lawns #Lucknow #Uttar pic.twitter.com/rT203Xwx0T
— Sandeep Saxena (@sandeep662003) February 12, 2025
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને લગ્ન મંડપ ખાલી કરાવ્યો. આ પછી, વન વિભાગની ટીમે દીપડાને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી. આ દરમિયાન એક ફોરેસ્ટ ગાર્ડે દીપડાને પકડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન દીપડાએ ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કર્યો. તેના જમણા હાથની હથેળીમાં ઈજા થઈ છે.
લખનૌના જિલ્લા વન અધિકારી (DFO) સિતાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, માહિતી મળતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. અધિકારીઓ ખૂબ જ સાવધાની સાથે લગ્નમંડપમાં પ્રવેશ્યા. જ્યારે તેઓ હોલના બીજા માળે ચઢ્યા, ત્યારે તેમને ખબર પડી કે દીપડો તૂટેલા ફર્નિચર પાછળ છુપાયેલો હતો. એક ફોરેસ્ટ ગાર્ડ દીપડા પાસે પહોંચતા જ તેણે તેના પર હુમલો કરી દીધો. ગાર્ડને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ઘણી મહેનત પછી, સવારે ચાર વાગ્યે દીપડો પકડાઈ ગયો."
ડીએફઓ પાંડેએ જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું હતું કે દીપડો હોલમાં છુપાયેલો છે. લગ્ન મંડપ સીલ કરી દેવામાં આવ્યો હતો જેથી તે બહાર ન આવી શકે. બધા મહેમાનોને બહાર કાઢવામાં આવ્યા. દીપડાને કાબૂમાં લેવા માટે એક ખાસ ટીમ બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: 3 ટાવર, 300 રૂમ્સ, હોસ્પિટલ, લાઇબ્રેરી, 150 કરોડનો ખર્ચ, અને તૈયાર થઇ RSS ઓફિસ, જુઓ Inside Video
અગાઉ લખનૌના મલીહાબાદ વિસ્તારના રહેમાનખેડામાં છેલ્લા એક મહિનાથી વાઘ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયામાં અનેક ઘટનાઓ નોંધાઈ છે. વન વિભાગ તે વાઘને પકડવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે હજુ સુધી પકડાયો નથી. પરંતુ આ નવી ઘટનાએ વિસ્તારના સ્થાનિકોની સલામતી અંગે ચિંતા ઉભી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.