બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેકટરે ત્રણ વિદ્યાર્થિનીને અડફેટે લીધી, એકનું મોત જ્યારે બે ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો
Last Updated: 12:24 PM, 19 January 2025
Tractor Crushed Three Girl: ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં ત્રણ વિદ્યાર્થીનીઓ સ્કૂટર પર બેઠી છે ત્યારે અચાનક જ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેકટરે ત્રણેય વિદ્યાર્થિનીને કચળી નાખીને ટ્રેકટર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. આ ગંભીર ઘટનામાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ હતી.
ADVERTISEMENT
SHOCKING ACCIDENT : Uncontrolled tractor crushed three girl students riding a scooter in Kasganj, UttarPradesh.
— upuknews (@upuknews1) January 17, 2025
One student died tragically at the scene, two students were injured#kasganj #RoadAccident #CCTV #UttarPradesh #India @kasganjpolice @Uppolice @myogiadityanath pic.twitter.com/7a56Cdd2xx
અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
ADVERTISEMENT
આ ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડી ગયા હતા. થોડીવાર માટે તો વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ટ્રેકટર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય બે વિદ્યાર્થિની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હાલ બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મથુરા-બરેલી હાઈવેનો વીડિયો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મથુરા-બરેલી હાઈવે પર સ્કૂટર પર સવાર ત્રણ વિદ્યાર્થિનીને એક ટ્રેક્ટર ટક્કર મારીને કચડી નાખે છે. આ અકસ્માતની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરે છે.
ટ્રેક્ટર ચાલક થયો ફરાર
તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના સદર કોતવાલી વિસ્તારમાં મથુરા-બરેલી હાઈવે ગોરહા પર સ્થિત કમલા હોસ્પિટલની બહાર બની હતી, જ્યાં તેમના સ્કૂટર પર સવાર શિવાની, છાયા અને અન્ય ત્રણ વિદ્યાર્થીનીઓ સોરોનના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. જેમાં 20 વર્ષની વિદ્યાર્થિની શિવાનીનું મોત થયું હતું અને 18 વર્ષની વિદ્યાર્થીની છાયા ઈજાગ્રસ્ત થઈ હતી અને અન્ય એક વિદ્યાર્થીને પણ ઈજા થઈ હતી. આ સર્જનાર ટ્રેક્ટર ચાલકને પોલીસ તેને શોધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.