uttar pradesh hathras case fSl report used samples 11 days old has no value says aligarh medical college cmo
ગેંગરેપ /
હાથરસ કેસમાં FSL ટેસ્ટ માટે 11 દિવસ બાદ લેવામાં આવ્યા સેમ્પ, આ સ્થિતિમાં ન થઈ શકે રેપની પુષ્ટિ : CMO
Team VTV10:32 AM, 05 Oct 20
| Updated: 10:35 AM, 05 Oct 20
ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસમાં યુપી પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગેંગરેપની વાતથી ઈનકાર કરી દીધો છે. 14 સપ્ટેમ્બરે થયેલી ઘટના બાદ પીડિતાને 2 અઠવાડિયા માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાના ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું કે એફએસએલ રિપોર્ટના આધાર પર યુપી પોલીસ છોકરી સાથે ગેંગરેપ નહીં થયાનો દાવો કરી રહી છે. તેના સેમ્પલ ઘટનાના 11 દિવસ બાદ લેવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં રિપોર્ટની કોઈ વેલ્યૂ નથી.
પીડિત પરિવાર અને આરોપીના પરિવાર સાથે 23 વર્ષ જુની દુશ્મની
સેમ્પલ ઘટનાના 11 દિવસ બાદ લેવામાં આવ્યા હતા
આ સ્થિતિમાં રિપોર્ટની કોઈ વેલ્યૂ નથી
એએમયૂના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજના સીએમઓ ડૉ. અજીમ મલિકે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઘટનાના સેમ્પલ 11 દિવસ બાદ લેવામાં આવ્યા હતા. જ્યારે સરકારી દિશા નિર્દેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આવા ગુનામાં 96 કલાક સુધી ફોલેન્સિક પુરાવા મેળવી શકાય છે. જેનાથી મોડું થવા પર રેપ અથવા ગેંગરેપની ખરાઈ ન થશે શકે.
જ્યારે માહિતી મુજબ હાથરસમાં બૂલઘડી ગામમાં 14 સપ્ટેમ્બરે કથિત રીતે સવર્ણ જાતિના 4 લોકોએ જંગલમાં ઘાસ કાપવા ગયેલી યુવતીનું મોંઢુ દબાવી દુપટ્ટાથી પાછળ ખેંચી લઈ ગયા હતા. તેના થોડાક કલાકોમાં યુવતી બાજરાના ખેતરમાં અર્ધનગ્ન હાલતમાં મળી હતી. તેની જીભ કાપેલી હતી અને તેની રીઢનું હાડકુ તુટેલું હતુ. તેને એએમયૂ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરે તે ભાનમાં આવી હતી. તેણે ઈશારાથી પરિવારને આ ઘટનાની માહિતી આપી હતી.
મેજિસ્ટ્રેટની સામેના નિવેદન થયા બાદ પોલીસે રેપની કલમ ફરિયાદમાં ઉમેરી હતી. ઘટનાના 11 દિવસ બાદ 25 સપ્ટેમ્બરે સેમ્પલ એફએસએલને મોકલવામાં આવ્યા હતા. જેના આઘારે પોલીસે દાવો કર્યો છે કે છોકરી સાથે કોઈ રેપ થયો નથી. ત્યારે ગત મંગળવારે યુવતીનું મોત થયુ હતુ.
એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટમાં યુવતીના શરીરમાં કોઈ સ્પર્મ નહોંતા મળ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છોકરીનું મોત મારપીટના કારણે થયુ છે. અધિકારીઓના નિવેદન બાદ પણ મીડિયા ખોટી માહિતી પ્રસારિત કરી રહ્યુ છે.
ત્યારે કેટલાક મીડિયા રિપોર્ટનું માનીએ તો પીડિત પરિવાર અને એક આરોપીના પરિવારને લગભગ 23 વર્ષ જુની દુશ્મની છે. પીડિતના પિતાએ એક આરોપી સંદિપના પિતા પર ત્યારે એસસી એસટી એક્ટ અને મારપીટની ફરિયાદ દાખલ કરાવી હતી.