બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / uttar pradesh cabinet expansion jitin prasad minister

રાજકારણ / યુપી સરકારમાં થઇ શકે છે મોટા ફેરફાર, CM યોગી અને PM મોદી વચ્ચે યોજાઈ બેઠક

Kavan

Last Updated: 12:39 PM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં સરકારમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. યુપીના સીએમ યોગીએ અમિત શાહ બાદ આજે PM મોદી સાથે બેઠક યોજી હતી

  • યુપી સરકારમાં થઇ શકે છે મોટા ફેરફાર
  • CM યોગી અને PM મોદી વચ્ચે બેઠક
  • યુપીના મંત્રીમંડળમાં ફેરફારની અટકળો

આજે યોગી પીએમ મોદી સાથે પણ મુલાકાત યોજી હતી છે. ત્યારે યુપીના મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ થઇ ગઇ છે. યોગીની લાંબો સમય અમિત શાહ સાથે થયેલી મુલાકાતમાં અનેક મુદ્દે ચર્ચા થઇ હતી. આશરે દોઢેક કલાક સુધી ચાલેલી બેઠકમાં વિવિધ વિષયો પર પ્રધાનમંત્રી મોદી અને ઉત્તર પ્રદેશના CMએ ગહન ચર્ચા કરી હતી. 

ગુજરાત કેડરના પૂર્વ IASને મળી શકે મહત્વનું સ્થાન 

યોગીની મુલાકાત બાદ NDAની સહયોગી પાર્ટી અપના દળ (S)ના અધ્યક્ષ અનુપ્રિયા પટેલે પણ અમિત શાહ સાથે મુલાકાત કરી. અનુપ્રિયા પટેલ પણ ઉત્તરપ્રદેશના રાજકારણમાં વર્ચસ્વ ધરાવે છે. સાથે જ યુપીના મંત્રીમંડળમાં ગુજરાત કેડરના પૂર્વ IAS એ.કે.શર્માને પણ મહત્વનું સ્થાન મળી શકે છે. 

યોગી અને એ.કે.શર્મા વચ્ચે પણ ગુપ્ત બેઠક

મળતી માહિતી મુજબ યોગી અને એ.કે.શર્મા વચ્ચે પણ ગુપ્ત બેઠક યોજાઇ હતી. યોગી સાથે મુલાકાત પહેલા એ.કે.શર્માએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. અને કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે પણ યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી છે. 

બ્રાહ્મણ ચહેરો હોવાથી મળી શકે છે ઉચ્ચ સ્થાન 

જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદ સાથે યુપી સદનમાં યોગીએ મુલાકાત કરી છે. અને ચર્ચાઓ એવી પણ છે કે બ્રાહ્મણ ચહેરો હોવાને કારણે જિતિન પ્રસાદને કોઇ ઉચ્ચ સ્થાન અપાઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

modipravas politics uttar pradesh cabinet યુપી સરકાર યોગી આદિત્યનાથ politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ