Team VTV04:52 PM, 26 Feb 22
| Updated: 04:56 PM, 26 Feb 22
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બુલડોઝરવાળો CM યોગી આદિત્યનાથનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. BJP સાથે ખુદ સીએમ યોગી પણ બુલડોઝર એક્શનને યોગ્ય બતાવતા જનતાનો વોટ લેવામાં લાગી ગયા છે.
CM યોગીના Viral Videoએ સોશિયલ મીડિયામાં રમૂજ ઊભી કરી
સભામાં બુલડોઝર દેખાતા યોગીએ કહ્યું, 'જુઓ બુલડોઝર પણ આવ્યા સભામાં'
યોગી આદિત્યનાથ પહોંચ્યાં હતા ચૂંટણી પ્રચાર કરવા
જાણો શું છે આ VIDEOમાં?
વાસ્તવમાં આ વાયરલ VIDEO CM યોગીનો છે. સીએમ યોગી આદિત્યનાથ વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર કરવા પહોંચ્યાં હતાં. એ જ સમયે સીએમ યોગીએ બુલડોઝર જોતા ભારે ખુશખુશાલ થઇ ગયા. હેલિકોપ્ટરમાં પોતાના સહયોગીને પણ સીએમ યોગીએ બુલડોઝર દેખાડ્યું. બુલડોઝર જોતા જ સીએમ યોગીએ કહ્યું કે, "ત્યાં જુઓ...બુલડોઝર પણ ઊભા છે મારી સભામાં." હવે સીએમ યોગીનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેની પર લોકોની જાતજાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
એવું કહેવાય છે કે, સીએમ યોગી સુલ્તાનપુરમાં એક જનસભાને સંબોધિત કરવા જઇ રહ્યાં હતાં. ત્યારે તેઓએ પોતાની સભામાં હેલિકોપ્ટર દ્વારા નીચે બુલડોઝર જોયું. જેમાં તેમની સભામાં તેઓએ પાંચ બુલડોઝર ઊભેલા જોયા જેની પર એક મોટું પોસ્ટર લાગ્યું હતું. તે પોસ્ટર પર લખ્યું હતું કે, 'બાબા કા બુલડોઝર.' આ વીડિયો ભાજપના નેતાઓ દ્વારા પણ શેર કરવામાં આવી રહ્યો છે.
જાણો ક્યારે છે વોટિંગ?
તમને જણાવી દઇએ કે, UP ચૂંટણીમાં અત્યાર સુધી ચાર ચરણોનું મતદાન થઇ ચૂક્યું છે. આ સાથે જ પાંચમા ચરણ અંતર્ગત 27 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં મતદાન યોજાશે. એ દરમ્યાન સુલ્તાનપુરની સીટ પર પણ વોટિંગ કરવામાં આવશે. જેને લઇને શુક્રવારના રોજ પ્રચારનો અંતિમ દિવસ હતો. યુપીમાં સાત ચરણોની વિધાનસભા ચૂંટણી 7 માર્ચના ખતમ થઇ રહી છે. જ્યારે 10 માર્ચના રોજ UP સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ આવશે.