બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અડધી રાત્રે ભાભી નણંદ સાથે રંગીન રાતો માણતી! સંબંધના ફોટો-વીડિયો પણ બનાવ્યા, રાજ ખૂલતાં હંગામો
Last Updated: 05:51 PM, 22 May 2024
ઉત્તર પ્રદેશ: આગ્રાના ફતેહપુર સીકરી શહેરનાં એક મહોલ્લામાં ઘણા દિવસોથી એક પરિણીત મહિલા રાત્રે ઉઠીને પડોશમાં રહેતી સંબંધમાં નણંદ થતી યુવતી પાસે પહોંચી જતી હતી. નણંદ-ભાભીએ એકબીજા સાથે અંતરંગ થઈને ફોટો અને વીડિયો પણ બનાવ્યા છે. હવે તેમના સંબંધો બંનેના પરિવાર માટે સમસ્યા બની ગયા છે. સોમવારે જ્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો તો મહોલ્લામાં પણ તેઓ ચર્ચાનો વિષય બની ગયા.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ પરિણીત મહિલાના તેની સંબંધમાં નણંદ થતી યુવતી સાથે સંબંધો હતા. નણંદ ઘરની નજીક જ રહે છે. આ કારણે બંને વચ્ચે વધુ નિકટતા છે. બંને રોજ મળવા લાગ્યા અને ઘરે આવવા-જવાનું શરૂ થઈ ગયું. બંને એકબીજાને રાત્રે વધુ વાર મળવા લાગ્યા. બંને વચ્ચે સંબંધ બંધાયો. બંને વચ્ચેના આ પ્રકારના સંબંધોની ચર્ચા સ્થાનિકોમાં થવા લાગી. આનાથી સાસરિયાઓ પરેશાન થઈ ગયા. તેમણે પરિણીત મહિલાના માતા-પિતાને તેના કૃત્ય વિશે જાણ કરી. આ પછી પરિણીત મહિલાનો ભાઈ તેની બહેનને સાથે તેના પિયર લઈ ગયો.
ADVERTISEMENT
બીજા દિવસે સાંજ થતા જ નણંદ પણ ભાભીના પિયર પહોંચી ગઈ. ત્યાં હોબાળો ઉભો કરી દીધો. પરિવારજનોએ બંનેને ઘણું સમજાવ્યું પણ કોઈની પર અસર થઈ નહીં. બંનેનું કહેવું છે કે અમે બંને સાથે જીવીશું નહીં તો સાથે જ મરી જઈશું. આવી સ્થિતિમાં હવે બંનેના પરિવારજનો સામે મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. બંનેના પરિવારજનોએ તેમને સમજાવવાની કોશિશ કરી છે પરંતુ બંને માનવા તૈયાર નથી. આવી સ્થિતિમાં તેમના પરિવારને હવે આ સમસ્યાનો કોઈ ઉકેલ દેખાતો નથી.
વધુ વાંચો: દિલ્હી મેટ્રોમાં ફરી ગંદો ડાન્સ! વનપીસ પહેરી છોકરીએ લગાવ્યા અશ્લીલ ઠુમકા, વીડિયો વાયરલ
સોમવારે આ બાબતને લઈને નણંદનાં ભાઈ અને માતાએ પોલીસ સ્ટેશન પહોંચીને ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે. બંને યુવતીઓને સમજાવવામાં આવશે અને પરિવારજનો સાથે પણ વાત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT