બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પાકી નહીં પણ કાચી કેરી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, આ રીતે કરો સેવન
Last Updated: 09:34 PM, 14 April 2025
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ બજારોમાં વિવિધ પ્રકારની કેરીઓ વેચાવાનું શરૂ થઈ જાય છે. પરંતુ ડાયાબિટીસથી પીડિત અનેક લોકો ઘણીવાર આ પ્રશ્નથી પરેશાન હોય છે કે શું આપણે કેરી ખાઈ શકીએ કે નહીં? ખાસ કરીને પાકેલી કેરીની મીઠાશને ધ્યાનમાં રાખીને, ડોકટરો ઘણીવાર તેને લિમિટેડ માત્રામાં ખાવાની ભલામણ કરે છે. પરંતુ શું કાચી કેરી ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત વિકલ્પ હોઈ શકે છે. આ અંગે એક્સપર્ટનું માનીએ તો ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કેરી એક સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તેને મર્યાદિત માત્રામાં અને યોગ્ય રીતે ખાવી જોઈએ.
ADVERTISEMENT
એક્સપર્ટનું કહેવું છે કે જેમ જેમ કેરી પાકે છે તેમ તેમ તેમાં રહેલો સ્ટાર્ચ ધીમે ધીમે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી સુગરમાં ફેરવાય છે. તેનાથી પાકેલી કેરીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) વધે છે, જે બ્લડ સુગરને ઝડપથી વધારી શકે છે. જ્યારે પાકેલી કેરીનો GI - 51 થી 60 ની વચ્ચે હોય છે. કાચી કેરીનો GI - 41 થી 55 ની વચ્ચે હોય છે. આ સ્થિતિમાં કાચી કેરીમાં સુગર ઓછી અને ફાઇબર તથા સ્ટાર્ચ વધુ હોય છે, જેના કારણે બ્લડ સુગર ધીમે ધીમે વધે છે.
ADVERTISEMENT
કાચી કેરીમાં પાકેલી કેરી કરતાં વધુ ડાયેટરી ફાઇબર અને રેસિસ્ટેન્ટ સ્ટાર્ચ હોય છે. આ બંને તત્વો પાચનક્રિયાને ધીમી કરે છે અને શરીરમાં ગ્લુકોઝના શોષણની ગતિ ઘટાડે છે. તેને ખાધા બાદ બ્લડ સુગરમાં અચાનક વધારો ઘટાડો થાય છે.
કાચી કેરીમાં વિટામિન સીનો સારો એવો સ્ત્રોત હોય છે, જે શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ જરૂરી છે. આ સિવાય તેમાં બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ, કેરોટીન અને પોટેશિયમ તથા મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે.
આયુર્વેદમાં કાચી કેરીને ઠંડક આપનારુ અને પાચનમાં સુધારો કરતું ફળ માનવામાં આવે છે. તેનો ઉપયોગ જીરું, કાળા મીઠા સાથે ભેળવીને અને ક્યારેક ગળ્યું ઉમેરીને બનાવવામાં આવે છે. તે ઉનાળામાં શરીરને ઠંડક આપવામાં અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
એક્સપર્ટ મર્યાદિત માત્રામાં કાચી કેરી ખાવાની સલાહ આપે છે. કાચી કેરીની છાલ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેને ખાંડ કે ગોળ ઉમેર્યા વગર ખાવું જોઈએ. તેને સલાડમાં છીણીને, ઉકાળીને અથવા હળવા મસાલા સાથે ખાઓ. આ સિવાય જે લોકોને પેટમાં ગેસ, એસિડિટી અથવા ગેસ્ટ્રાઇટિસની સમસ્યા હોય તેમને કાચી કેરીનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ કારણ કે તેની ખટાસ પેટને ખરાબ કરી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.