બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પ્લેનમાં લેન્ડિંગ અને ટેકઓફ વખતે આ બાબતોનું રાખો ધ્યાન, બચી જશે તમારો જીવ!
Chintan Chavda
Last Updated: 09:36 PM, 13 June 2025
12 જૂનનો દિવસનો દિવસ ભારતના ઇતિહાસમાં ખૂબ યાદ રહેશે. અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ થાય બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ. જેમાં ફ્લાઇટથી યાત્રા કરતાં 241 યાત્રીઓએ જીવ ગુમાવ્યો. પરંતુ એક બચી ગયો. જેને કુદરતનો જાદુ કહેવાય કે યાત્રીની યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, કે જેને વ્યક્તિનો જીવ બચાવ્યો. એવામાં જાણવું જરૂરી છે કે વિમાનમાં લેન્ડિંગ અને ટેકઓફ સમયે શું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો આના વિશે જાણીએ.
ADVERTISEMENT
વિમાનમાં લેન્ડિંગ અને ટેકઓફ સમયે પેસેન્જર્સને અમુક બાબતોનુ ધ્યાન રાખવું જરૂરી છે. જેથી કોઈ દુર્ઘટનાને ટાળવામાં મદદ મળે. તો ચાલો આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.
ADVERTISEMENT
ફ્લાઇટ જ્યારે ટેકઓફ કરતી હોય કે લેન્ડિંગ કરતી હોય ત્યારે ટર્બ્યુલેન્સથી બાળક માટે સીટ બેલ્ટનો ઉપયોગ ખૂબ જરૂરી હોય છે. ઘણા લોકોને આ માત્ર ફોર્માલિટી લાગે છે. એટલા માટે ઢીલી બેલ્ટ લગાવીને બેસાડે છે. જ્યારે આવું ન કરવું જોઈએ.
ફ્લાઇટની લેન્ડિંગ અને ટેકઓફ સમયે વિન્ડો શેડ્સને ખુલ્લુ રાખવું જરૂરી છે. આ માત્ર બહારનો નજારો જોવા માટે નથી હોતી. આવું એટલા માટે કરવામાં આવે છે કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં બહાર શું ચાલી રહ્યું છે. તે સ્પષ્ટ જોઈ શકાય છે.
ADVERTISEMENT
ટેકઓફ અને લેન્ડિંગ સમયે પોતાની સીટને સીધી રાખવાની જરૂર હોય છે. ઘણા લોકોને લાગે છે કે સીટથી શું ફરક પડે, પરંતુ આપાતકાલીન સ્થિતિમાં તમારી સીટ પાછળ હશે, તો પાછળ બેઠેલા પેસેન્જર્સને બહાર નીકળવામાં સમસ્યા થશે અને તમે પોતાને પણ યોગ્ય રીતે બેલેન્સ નહીં કરી શકો.
ADVERTISEMENT
વધુ વાંચો:મુસાફરી કરતા પહેલા જાણી લેજો, કયા સમયે પ્લેન ક્રેશ થવાનો સૌથી વધુ ખતરો?
ઇલેક્ટ્રોનિક ડિવાઈઝને ફ્લાઇટ મોડ પર રાખવાનો ખૂબ જરૂરી હોય છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી ફ્લાઇટની નેવિગેશન અને કમ્યુનિકેશન સિસ્ટમમાં કોઈ અડચણ ઊભી ન થાય. ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન ડિવાઈઝથી નીકળતા સિગ્નલ કોમ્યુનિકેશનમાં અડચણ પેદા કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.