બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કિલોમીટરના આધારે કપાશે ટોલ ટેક્સ, જાણો કેવી રીતે કામ કરશે નવી ટોલ પોલિસી

જાણી લો / કિલોમીટરના આધારે કપાશે ટોલ ટેક્સ, જાણો કેવી રીતે કામ કરશે નવી ટોલ પોલિસી

Chintan Chavda

Last Updated: 08:27 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KM Bases Toll Tax Policy: હવેથી ફાસ્ટેગથી રીતે ટોલ ચૂકવવો સરળ બનશે, આ રીતે કપાઈ શકે છે વાહનોનો ટોલ. જાણો શું છે સરકારની નવી ટોલ પોલિસી...

દરરોજ આખા દેશમાં કરોડો લોકો એકથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે. જેમાંથી મોટાભાગના લોકો પર્સનલ વ્હીકલ લઈને ફરે છે. જેમાં લોકોને ટોલ ટેક્સ ચૂકવવો પડતો હોય છે. આંકડા અનુસાર, ભારતમાં લગભગ હજારથી પણ વધુ ટોલ પ્લાઝા છે. જેમાં વહાનો અનુસાર ટોલ લેવામાં આવે છે.

પહેલા લોકોને ટોલ ચૂકવવા માટે લાંબી લાઈનમાં લાગવું પડતું હતું અને મેન્યુઅલી ટોલ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે ભારતમાં ટોલ ચૂકવવા માટે ફાસ્ટેગની વ્યવસ્થા છે. પરંતુ હવે નવી ટોલ વ્યવસ્થા લાગુ થવા જઈ રહી છે, જેનાથી ટોલ ચૂકવવાની રીત બદલાઈ જશે.  

toll-tax

કિલોમીટર પ્રમાણે ચૂકવવો પડશે ટોલ

નવી ટોલ પોલિસી હેઠળ ગાડીઓને કિલોમીટર અનુસાર ટોલ ચૂકવવો પડશે. એટલે કઈ ગાડી કેટલી ચાલી છે તેના અનુસાર ઓટોમેટિક જ બેન્ક એકાઉન્ટથી પૈસા કપાઈ જશે. જોકે તમને જણાવી દઈએ કે આ પોલિસી ક્યારે લાગુ થશે તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

app promo5

આ પણ વાંચોઃઅમદાવાદ પ્લેન ક્રેશ માટે પાકિસ્તાન જવાબદાર? નિષ્ણાંતની વાતથી સમગ્ર વિશ્વમાં હડકંપ

આવી રીતે કામ કરશે નવી ટોપ પોલિસી

રિપોર્ટ્સ અનુસાર, નવી ટોલ પોલિસી હેઠળ તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ અને કેમેરા લગાવવામાં આવશે. જેના કારણે ડાયરેક્ટ વાહન માલીકોના બેન્ક એકાઉન્ટમાંથી ટોલ કપાશે. સરકાર નવી પોલિસી હેઠળ ઓટોમેટીક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) ટેકનોલોજી બેસ્ડ એડવાન્સ સિસ્ટમની તૈયારી કરશે. આની સાથે સરકાર એન્યુઅલ ફાસ્ટ ટેગ લાવવા પર પણ વિચારી રહી છે. જેનાથી વાહન માલિકો વર્ષમાં માત્ર એક વાર ફાસ્ટટેગ રિચાર્જ કરાવવાનું રહેશે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Toll Tax New Toll Tax Policy Utility News
Chintan Chavda
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ