હવે ઘરોમાં આધુનિક રસોડામાં પણ ચીમની લગાવવામાં આવે છે. જે કૂકિંગ એરિયાને ધુમાડા, ગ્રીસ અને ગંધથી મુક્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પણ સમય જતાં તેમાં ઓઈલ અને ગંદકી જમા થાય છે, જે તેના પર્ફોમન્સને અસર કરે છે. નિયમિત સફાઈ કરવાથી માત્ર તેની લાઈફ જ નથી વધતી પણ તમારા રસોડામાં સ્વચ્છતા પણ જળવાઈ રહે છે. આજે અમે તમને જણાવશુ કે ચીમનીને સિમ્પ્લ સ્ટેપ્સથી કેવી રીતે સાફ કરી શકાય.
- સ્વિચ ઓફ કરો અને અનપ્લગ કરો
આ કામ શરૂ કરતા પહેલા કોઈપણ ઈલેક્ટ્રીસિટી ખતરાને ટાળવા માટે હંમેશા ચીમની બંધ કરો અને તેની વાયરને અનપ્લગ કરો.
- ફિલ્ટર નિકાળો
ચીમનીમાંથી ફિલ્ટર સાવધાનીપૂર્વક દૂર કરો. મોટાભાગની ચીમનીમાં અલગ કરતા જાળીદાર અથવા બેફલ ફિલ્ટર હોય છે જે દૂર કરવા અને સાફ કરવા માટે સરળ હોય છે.
- ગરમ પાણીમાં ડિટર્જન્ટથી પલાળી રાખો
એક મોટા ટબ અથવા સિંકને ગરમ પાણીથી ભરો અને તેમાં ડીશ વોશિંગ લિક્વિડ અથવા ડિટર્જન્ટ ઉમેરો. ફિલ્ટરને 30-45 મિનિટ માટે પલાળી રાખો. આ ફિલ્ટર પર ચોંટેલી ગ્રીસ અને ગંદકીને હળવી કરશે.
- હળવા હાથે ઘસો
પલાળ્યા બાદ ફિલ્ટરને સાફ કરવા માટે નોન અબ્રેસિવ સ્ક્રબર અથવા બ્રશનો ઉપયોગ કરો. જાળી અથવા મેટલને નુકસાન ન થાય તે માટે ધીમેથી ઘસો.
- ધોઈને સૂકવી લો
ફિલ્ટર્સને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો અને ફરીથી લગાવતા પહેલા તેમને સંપૂર્ણપણે સુકાવા દો. તમે તેમને ઝડપથી સાફ કરવા માટે સૂકા કપડાનો પણ ઉપયોગ કરી શકો છો.
- બાહ્ય બોડીને સાફ કરો
ચીમનીની બાહ્ય સપાટીને હળવા સાબુવાળા પાણી અથવા વિનેગરમાં ભીના કપડાથી સાફ કરો. હાર્શ કેમિકલ અથવા સ્ટીલ સ્ક્રબર્સનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે સરફેસને ખરોચ પહોંચાડી શકે છે.
- ફિલ્ટર ફરીથી લગાવો
બધું સુકાઈ જાય બાદ ફિલ્ટરને ચીમનીમાં યોગ્ય રીતે પાછું લગાવો અને તેને પ્લગ ઇન કરો.
- આ બાબતને પણ સમજો
જો તમે બેસ્ટ રિઝલ્ટ મેળવવા માંગતા હોવ તો નિયમિત સફાઈ પર ફોકસ કરો. સામાન્ય રીતે દર 15-30 દિવસે તમારી ચીમની સાફ કરવી જરૂરી છે. નિયમિત જાળવણી ચીમનીને સારી સ્થિતિમાં રાખે છે અને તમારા રસોડાને સ્વચ્છ રાખે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ