બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / તમારા કામનું / રસ્તા પર દોડશે અને હવામાં ઉડશે! એક બટન દબાવતા જ કાર બની જશે પ્લેન!

તમારા કામનું / રસ્તા પર દોડશે અને હવામાં ઉડશે! એક બટન દબાવતા જ કાર બની જશે પ્લેન!

Last Updated: 05:24 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Klein Vision AirCar: કંપની છેલ્લા 3 દાયકાથી ક્લેઈન વિઝન એરકાર પર કામ કરી રહી હતી. ઘણા વર્ષોની મહેનત અને ઘણા જુદા જુદા પ્રોટોટાઇપ ડેવલપ પછી આખરે તેનું ઉત્પાદન તૈયાર મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

Klein Vision AirCar Price & Features: સમગ્ર વિશ્વમાં ફ્લાઇંગ કારો પર કામ ચાલી રહ્યું છે. ઘણી મોટી ઓટોમોબાઈલ અને ટેક કંપનીઓ આ ટેકનોલોજી પર કામ કરી રહી છે જેથી એક એવું વાહન બનાવી શકાય જે સામાન્ય કારની જેમ રસ્તા પર ચાલે અને જરૂર પડ્યે હવામાં પણ ઉડી શકે. આવા જ એક સ્લોવાકિયન સ્ટાર્ટઅપ ક્લેઈન વિઝને તેની પ્રથમ ઉડતી કાર / એર કારનો ઉત્પાદન તૈયાર પ્રોટોટાઇપ પણ શોકેસ કર્યો છે. જેને લઇ સ્ટાર્ટઅપ દાવો કરે છે કે તે તેને આવતા વર્ષ સુધીમાં બજારમાં લોન્ચ કરશે.

ક્લેઈન વિઝન છેલ્લા ત્રણ દાયકાથી આ 'એરકાર' પર કામ કરી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે પ્રોડક્શન રેડી મોડેલ સુધી પહોંચતા પહેલા આ કાર પ્રોટોટાઇપ 170 થી વધુ ઉડાન કલાક અને 500 થી વધુ ટેકઓફ અને લેન્ડિંગ પૂર્ણ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022 માં આ મોડેલને ફ્લાઇંગ સર્ટિફિકેટ મળ્યું હતું.

આટલી કિંમત હશે

ક્લેન વિઝનની એરકાર આવતા વર્ષે બજારમાં આવવાની છે. ગયા અઠવાડિયે, બેવર્લી હિલ્સમાં લિવિંગ લિજેન્ડ્સ ઓફ એવિએશન ગાલા ડિનર દરમિયાન, કંપનીએ આ ઉડતી કારનો પ્રોટોટાઇપ જાહેર કર્યો. આ પ્રસંગે કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે ઉડતી કાર આવતા વર્ષે વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. તેની કિંમત લગભગ 8 લાખથી 10 લાખ ડોલર યુએસડી (આશરે રૂ. 6.78 કરોડથી 8.47 કરોડ) હશે.

2 મિનિટમાં કારથી વિમાન

ક્લેન વિઝન કહે છે કે આ એક કન્વર્ટિબલ એરકાર છે. જે રેગુલર વાહનની જેમ રસ્તા પર સરળતાથી ચાલી શકે છે, તેમજ જરૂર પડ્યે તેને ઉડતા વિમાનમાં રૂપાંતરિત કરી શકાય છે. સામાન્ય કારથી વિમાનમાં કન્વર્ટ થવામાં ફક્ત 2 મિનિટ લાગે છે. આ સમગ્ર સિસ્ટમ આપમેળે કાર્ય કરે છે.

આ એરકાર કેવી રીતે કામ કરે છે?

ક્લેઈન વિઝનનો દાવો છે કે તેનું જેટ્સન જેવું વાહન બે મિનિટથી ઓછા સમયમાં ચાર પૈડાવાળી કારમાંથી ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટમાં રૂપાંતરિત થાય છે. તેનું પ્રદર્શન ફ્લાઈંગ મોડથી ડ્રાઇવિંગ મોડમાં રૂપાંતરિત થવાના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. જેમાં તમે કારમાંથી વિંગ કેવી રીતે બહાર આવે છે તે જોઈ શકો છો. જે કંઈક અંશે હાર્ડટોપ કન્વર્ટિબલ જેવું લાગે છે. ફ્લાઈંગ મોડમાં આવ્યા પછી તે સ્પોઈલર અને એલિવેટર પિચનો ઉપયોગ કરીને ડાઉનફોર્સ જનરેટ કરે છે.

એરકારની ગતિ કેટલી છે?

કંપનીનું કહેવું છે કે તેનું લેટેસ્ટ વેરિએટ રસ્તા પર 200 કિમી પ્રતિ કલાક અને હવામાં 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની મહત્તમ ઉડાન રેન્જ 1000 કિમી છે. એટલે કે એકવાર ઉડાન ભર્યા પછી આ એરકાર સરળતાથી 1000 કિમી સુધી મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત કારની રેન્જ 800 કિમી હશે. તેમાં 280 હોર્સપાવર મોટર છે.

Vtv App Promotion 2

ક્લેઈન વિઝન એરકારની સાઇઝ

એરકારની સાઇઝ વિશે વાત કરીએ તો કાર મોડમાં તેની લંબાઈ 5.8 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંચાઈ 1.8 મીટર છે. જ્યારે તેને પ્લેન મોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે, ત્યારે તેની વિંગ્સ બહાર આવે છે. ત્યારબાદ તેની લંબાઈ 7 મીટર અને પહોળાઈ 8.2 મીટર થઈ જાય છે. કંપની દ્વારા તેની વિંગ્સ ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જે ફક્ત એક બટન દબાવવાથી કારમાં આપમેળે ફિટ થઈ જાય છે.

આ પણ વાંચોઃ કામની વાત / તમારું PANCARD બનશે સંકટમોચક, આ રીતે મળશે રૂ. 5 લાખ સુધીની લોન, બસ આટલું ધ્યાન રાખજો

જમીન, હવા અને પાણી

કંપની આ એરકારના વિવિધ વર્ઝન પર કામ કરી રહી છે. જોકે પહેલા બે-સીટર વર્ઝન રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત 4-સીટર વર્ઝન, ટ્વીન એન્જિન વર્ઝન અને એમ્ફિબિયસ વર્ઝન પણ કંપનીના પોર્ટફોલિયોમાં શામેલ છે. આ એમ્ફિબિયસ વર્ઝન ખૂબ જ ખાસ હશે જે ફક્ત રસ્તા પર ચાલશે અને હવામાં ઉડશે નહીં પરંતુ આ વર્ઝન પાણીની સપાટી પર પણ દોડવા સક્ષમ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AirCar Electric Cars Klein Vision
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ