બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા PF ખાતામાં કેટલા રૂપિયા જમા છે? જાણવા માટે આ નંબર પર કરો મિસ્ડ કોલ

તમારા કામનું / તમારા PF ખાતામાં કેટલા રૂપિયા જમા છે? જાણવા માટે આ નંબર પર કરો મિસ્ડ કોલ

Last Updated: 11:20 PM, 11 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Utility News: હવે ફક્ત એક મિસ્ડ કોલ અથવા SMS દ્વારા તેમના PF બેલેન્સ અને લેટેસ્ટ ક્રેડિટ અમાઉન્ટ ચેક કરી શકે છે. જોકે, આ સેવાનો લાભ લેવા માટે, UAN ખાતા સાથે આધાર, PAN અથવા બેંક એકાઉન્ટને લિંક હોવું જરૂરી છે.

શું તમને પણ PF બેલેન્સ ચેક કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે? અથવા ફક્ત એક જ ક્લિકમાં બેલેન્સ ચેક કરવા માંગો છો? જો જવાબ હા હોય તો આ સમાચાર તમારા માટે છે. કરોડો EPFO સભ્યો હવે ફક્ત એક મિસ્ડ કોલ અથવા SMS દ્વારા તેમના PF બેલેન્સ અને લેટેસ્ટ ક્રેડિટ અમાઉન્ટ ચેક કરી શકે છે. જોકે, આ સેવાનો લાભ લેવા માટે, UAN ખાતા સાથે આધાર, PAN અથવા બેંક એકાઉન્ટને લિંક હોવું જરૂરી છે.  

એકવાર આધાર અથવા PAN UAN એકાઉન્ટ સાથે લિંક થઈ જાય, પછી ગ્રાહકે ફક્ત એક મિસ્ડ કોલ આપવાનો રહેશે. આ પછી તેને છેલ્લા EPF કંટ્રીબ્યુશન અને પ્રોવિડન્ટ ફંડ (PF) બેલેન્સ વિશે માહિતી મળશે.

epfo-2-

જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

EPFO સંબંધિત માહિતી જેમ કે PF બેલેન્સ અથવા છેલ્લા યોગદાનની વિગતો જાણવા માટે, તમારે કેટલાક સરળ સ્ટેપ્સનું પાલન કરવું પડશે. સૌ પ્રથમ, સુનિશ્ચિત કરો કે તમારો મોબાઇલ નંબર EPFO ના યુનિફાઇડ પોર્ટલ પર તમારા UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) સાથે રજિસ્ટર્ડ અને એક્ટીવેટેડ છે.

આ પછી, ઓછામાં ઓછું એક KYC દસ્તાવેજ જેમ કે બેંક એકાઉન્ટ, આધાર અથવા PAN તમારા UAN સાથે અપડેટ થવું જોઈએ. જ્યારે આ બંને શરતો પૂર્ણ થઈ જાય, ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ આપો.

Vtv App Promotion 1

આ કોલ બે રિંગ પછી આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. કોલ કર્યા પછી થોડીવારમાં, તમને તમારા પીએફ ખાતાના બેલેન્સ અને છેલ્લા યોગદાન વિશે માહિતી મળશે.

વધુ વાંચો:VIDEO: મધર્સ ડે પર મા-દીકરીની જમાવટ! કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે ઈન્ટરનેટ પર છવાયો

SMS થી પણ મળશે માહિતી

EPFO ની SMS સેવા પણ મિસ્ડ કોલ જેવી છે. UAN સક્રિય સભ્યો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર SMS મોકલીને PF બેલેન્સ અને છેલ્લા યોગદાન વિશે પણ માહિતી મેળવી શકે છે.

આ માટે તમારે EPFOHO UAN અને પછી તમારી પસંદગીની ભાષાના પહેલા ત્રણ અક્ષરો લખવા પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તેલુગુમાં માહિતી જોઈતી હોય, તો EPFOHO UAN TEL લખો અને તેને 7738299899 પર મોકલો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Utility News EPFO EPFO Members
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ