બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / સોનું એક લાખને પાર, તમે ખરીદેલું ગોલ્ડ અસલી છે કે નકલી? ઘરે બેઠા આ રીતે ચેક કરો
Last Updated: 08:26 PM, 22 April 2025
Gold Identify : સોનાનો ભાવ વધીને પ્રતિ 10 પર ગ્રામ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે. મંગળવાર, 22 એપ્રિલ 2025ના રોજ સોનાએ આ ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર તે વધારા સાથે 99,358 ના હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. લાખો રૂપિયાનું સોનું ખરીદવું હવે સૌથી મોંઘા સોદાઓમાંનું એક બની ગયું છે, તેથી સોનું ખરીદતી વખતે અસલી અને નકલી સોનું ઓળખવું ખૂબ જ મહત્વનું બની જાય છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, અત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 99,100 રૂપિયા છે. 22 કેરેટ સોનાનો ભાવ 96,720 રૂપિયા છે. 20 કેરેટ સોનાનો ભાવ 88,200 રૂપિયા છે. 18 કેરેટ સોનાનો ભાવ 80270 રૂપિયા છે. તો 14 કેરેટ સોનાનો ભાવ 63920 રૂપિયા છે. આ ભાવ 10 ગ્રામનો છે.
ADVERTISEMENT
ડિજિટલ રીતે વાસ્તવિક કે નકલી સોનાની ઓળખ કર્યા બાદ જૂની પદ્ધતિ વિશે વાત કરવી હોય તો તો તમે ચુંબકનો ઉપયોગ પણ કરી શકો છો. તેનો આધાર પણ ખૂબ જ સરળ હોય છે. તમારે ફક્ત એટલું જ કરવાનું હોય છે કે તમે જે સોનું ખરીદી રહ્યા હોવ તેને ચુંબકના સંપર્કમાં લાવો. જો સોનું ચુંબક સાથે ચોંટી જાય તો તે નકલી છે, જ્યારે જો સોનું ચુંબક સાથે ચોંટી ન જાય તો તે અસલી હોય છે.
સોનાની શુદ્ધતા ઓળખવાની ત્રીજી રીતમાં વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. એના માટે તમે જે સોનાના દાગીના ખરીદી રહ્યા છો તેના પર વિનેગરના થોડા ટીપાં નાખો અને થોડીવાર તેને ધ્યાનથી જોતા રહો, જો તમારા હાથમાં રહેલા સોનાના દાગીનાના રંગમાં કોઈ ફેરફાર દેખાય તો માની લો કે તે સોનું ખોટું છે. જ્યારે જો સોનાનો રંગ બદલાતો નથી તો તમારું સોનું અસલી છે.
મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે. કેટલાક લોકો ઘરેણાંમાં 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. કેરેટ પ્રમાણે ઘરેણાં પર હોલમાર્ક બનાવવામાં આવે છે.જેમ કે, 24 કેરેટના સોનાના દાગીના પર 999 લખેલું હોય છે. જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.
જો તમને ઉપરોક્ત પદ્ધતિઓ દ્વારા સોનું ખરીદતી વખતે કોઈપણ પ્રકારની છેતરપિંડીનો અનુભવ થાય તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો. એના માટે તમે BIS કેર એપનો ઉપયોગ કરી શકો છો. તમે બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સની વેબસાઇટ WWW.BIS.ORG.IN પર લોગ ઇન કરીને અને વિજિલન્સ પોર્ટલ પર જઈને પણ તમારી ફરિયાદ કરી શકો છો. અહીં તમારે Register Complaint પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારો મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરવી પડશે, તમને તમારી ફરિયાદ પર કરવામાં આવેલી કાર્યવાહી વિશે જાણ પણ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.