બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / HRA ક્લેમમાં તમે તો નથી કરી રહ્યાં ને કોઈ ભૂલ? તો જોઇ લેજો, નહીંતર IT રિટર્ન મોંઘુ પડશે

તમારા કામનું / HRA ક્લેમમાં તમે તો નથી કરી રહ્યાં ને કોઈ ભૂલ? તો જોઇ લેજો, નહીંતર IT રિટર્ન મોંઘુ પડશે

Last Updated: 01:48 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલમ 10(13A) હેઠળ HRA છૂટનો દાવો ત્યારે જ કરી શકાય છે, જયારે કોઈ વ્યક્તિ ભાડાના મકાનમાં રહેતી હોય. પરંતુ જો ખોટો HRA દાવો કરો છો તો તમારે દંડ ભરવો પડી શકે છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2024 છે. દરમિયાન, મોટાભાગના કરદાતાઓને તેમના ફોર્મ 16 મળી ગયા હશે. ફોર્મ 16માં તમારી આવકની સંપૂર્ણ માહિતી હોય છે. સાથે જ એ પણ જણાવવામાં આવે છે કે તમારા પગારમાં કેટલી રકમ ઉમેરવામાં આવી છે અથવા કાપવામાં આવી છે. ITR ભરતી વખતે ફોર્મ 16 ખૂબ જ ઉપયોગી છે. ફોર્મ 16 HRA અને અન્ય છૂટ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો ખોટી માહિતી ભરવામાં આવે તો તમને નુકસાન થઈ શકે છે.

નોંધનીય છે કે કલમ 10 (13A) હેઠળ HRA છૂટનો દાવો ત્યારે જ કરી શકાય છે, જયારે કોઈ વ્યક્તિ ભાડાના મકાનમાં રહેતી હોય. વધુમાં, જે કરદાતાઓ HRA મેળવતા નથી જેમ કે નોન-સેલેરી કર્મચારીઓ તેઓ અમુક મર્યાદાઓને આધીન કલમ 80GG હેઠળ તેમના ભાડા ખર્ચ માટે કપાતનો દાવો કરી શકે છે. જે લોકો પોતાના ઘરમાં રહે છે તેઓ HRA છૂટના લાભો માટે પાત્ર નથી. આવી સ્થિતિમાં, જો તમે ખોટો HRA દાવો કરો છો, તો તમને નુકસાન થઈ શકે છે. ચાલો નિયમો જાણીએ.

HRA એ પગારદાર વ્યક્તિની આવકનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે આવકવેરા કાયદા હેઠળ નોંધપાત્ર ટેક્સ સેવિંગનો લાભ આપે છે. HRA નો યોગ્ય રીતે દાવો કરીને ટેક્સ ડિડક્શન મળી શકે છે. ટેક્સ ફાઇલ કરતી વખતે HRA નો દાવો કેવી રીતે કરવો તે જાણીએ જેથી તમારી ટેક્સ બચત મહત્તમ થાય અને તમારે કોઈ દંડ ન ભરવો પડે.

HRA છૂટની ગણતરી

  • એમ્પ્લોયર પાસેથી મળેલું વાસ્તવિક મકાન ભાડું ભથ્થું
  • વાર્ષિક ભાડાની ચુકવણી પગારમાંથી 10 ટકા બાદ કરીને
  • કર્મચારીઓના મૂળ પગારના 50% (મેટ્રો શહેરોમાં રહેતા કર્મચારીઓ માટે) અથવા મૂળભૂત પગારના 40% (નોન-મેટ્રો શહેરો માટે)

જણાવી દઈએ કે આ એવી રકમો છે જે HRA છૂટ હેઠળ આવે છે અને આમાંથી જે સૌથી ઓછું હશે, એના આધારે HRAમાં ટેક્સ છૂટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે આના આધારે ગણતરી કરીને HRAનો દાવો કરી શકો છો.

PROMOTIONAL 11

HRA માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?

જો ભાડું વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ હોય તો મકાનમાલિક પાસેથી મળેલી રસીદ અને મકાનમાલિકની PAN વિગતો આપવી પડશે.

ભાડા કરાર: ઔપચારિક ભાડા કરાર પ્રદાન કરવો જરૂરી છે, જે તમારા દાવાની ચકાસણી કરે છે.

આ દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી પરંતુ અધિકારીઓ દ્વારા પૂછપરછના કિસ્સામાં તે સરળતાથી ઉપલબ્ધ હોવા જોઈએ. ખોટા HRA દાવાઓને કારણે દંડ લાગી શકે છે, તેથી સાવચેત રહેવું અને પરિણામોથી વાકેફ રહેવું મહત્ત્વપૂર્ણ છે.

વધુ વાંચો: કોઇને ઉધાર આપેલા રૂપિયા પરત લેવામાં પડી રહ્યાં છે ફાંફા, તો આ ટિપ્સ નીવડશે ફાયદાકારક

કેટલો મોંઘો પડશે ખોટો HRA ક્લેમ?

જો અધિકારી કહે છે કે કોઈ વ્યક્તિએ તેની આવકની ઓછી માહિતી આપી છે અથવા ખોટી HRA માહિતી આપી છે, તો ઓછી નોંધાયેલી આવક પર ચૂકવવાપાત્ર ટેક્સના 50% દંડ લાદવામાં આવશે. વધુમાં, HRA જેવી આવક છુપાવીને કરચોરીની રકમના 3 ગણા (300%) સુધીનો દંડ પણ લાદવામાં આવી શકે છે. HRAનો યોગ્ય રીતે દાવો કરવો એ માત્ર કાનૂની જરૂરિયાત જ નથી પરંતુ પગારદાર કરદાતાઓ માટે કર બચાવવાનું સાધન પણ છે. આ તમારી કરપાત્ર આવકને ઘણી હદ સુધી ઘટાડી શકે છે, જેનાથી તમને વધુ સારું ટેક્સ રિટર્ન મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

HRA Claim HRA Claim, ITR Filling ITR Filing Utility News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ