બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બાથરૂમ, વોશરૂમ, અને ટોયલેટમાં ક્યાંક તમને પણ કન્ફ્યુઝન નથી ને?, જાણો અંતર

જાણવા જેવું / બાથરૂમ, વોશરૂમ, અને ટોયલેટમાં ક્યાંક તમને પણ કન્ફ્યુઝન નથી ને?, જાણો અંતર

Last Updated: 02:31 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે જોયું હોય છે કે, લોકો બાથરૂમ, ટોયલેટ અને વોશરૂમ જેવા શબ્દો તેમની વચ્ચેનો ડિફરન્સ જાણ્યા વગર યુઝ કરતા હોય છે. આજે આ ત્રણેય શબ્દોનો વાસ્તવિક અર્થ જાણવાનો પ્રયાસ કરીશું.

આપણા રોજિંદા જીવનમાં કેટલાક શબ્દો એવા હોય છે જેનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેમના ખરા અર્થ વિશે ક્યારેય વિચારતા નથી. જેમાં બાથરૂમ, ટોયલેટ અને વોશરૂમનો પણ સમાવેશ થાય છે.  આપણે ઘણીવાર આ શબ્દોને એકબીજાના બદલે યુઝ કરીએ છીએ પરંતુ હકીકતમાં તેમની વચ્ચે ઘણો તફાવત હોય છે.

આ તફાવત ખાસ કરીને ત્યારે જાણવા મળે છે જ્યારે આપણે બીજા શહેર, રાજ્ય કે દેશમાં જઈએ છીએ. ત્યાંના લોકો એના માટે જુદા જુદા શબ્દો વાપરે છે અને જો આપણે યોગ્ય શબ્દનો ઉપયોગ ન કરીએ, તો ક્યારેક આપણને શરમનો પણ સામનો કરવો પડી શકે છે. આ સિવાય ઘણીવાર એવું પણ થાય છે કે લોકો સમજી શકતા નથી કે બીજી વ્યક્તિ કઈ જગ્યાની વાત કરી રહી છે. શું તે નહાવાની જગ્યા વિશે પૂછે છે કે શૌચાલય વિશે? આજે આ આર્ટિકલમાં આપણે સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજીશું કે વોશરૂમ, બાથરૂમ અને ટોઇલેટ વચ્ચે શું તફાવત છે.

Vtv App Promotion 2
  • ટોયલેટ
    ટોયલેટ એ એવી જગ્યા છે જ્યાં લોકો મળત્યાગ કરવા અથવા પેશાબ કરવા જાય છે. આ શબ્દ શરીરની કુદરતી જરૂરિયાતો સાથે સીધો સંબંધિત છે. ભારતમાં આપણે ઘણીવાર તેને 'શૌચાલય' અથવા 'લેટ્રીન' કહીએ છીએ. આ શબ્દ ખૂબ જ સ્પષ્ટ છે, પરંતુ કેટલાક લોકો તેને કહેવામાં અચકાય છે કેમ કે તે થોડું વિચિત્ર લાગે છે.
  • બાથરૂમ
    બાથરૂમ એટલે એવું સ્થળ જ્યાં વ્યક્તિ સ્નાન કરે છે. પહેલા બાથરૂમમાં ફક્ત નહાવાની સુવિધા હતી પરંતુ હવે ઘણા ઘરોમાં, બાથરૂમ અને શૌચાલય એક જ ઓરડામાં હોય છે. આ કારણે લોકો આ બે શબ્દોને સમાન માને છે. જ્યારે વાસ્તવમાં બાથરૂમનું મુખ્ય કામ સ્નાન સાથે સંબંધિત છે.
  • વોશરૂમ
    "વોશરૂમ" શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે જાહેર સ્થળોએ થાય છે, જેમ કે મોલ, ઓફિસ અથવા હોટલમાં. આ શબ્દ થોડો ડિસેન્ટ અને ફોર્મલ માનવામાં આવે છે. વોશરૂમમાં શૌચ સાથે હાથ ધોવા અને સાફ સફાઈ અને કપડાં બદલવાની સુવિધા પણ છે.

વધુ વાંચો : રાતના સમયે ભૂલથી પણ ન કરતાં આ 4 ભૂલ, નહીં તો બગડી જશે સંપૂર્ણ હેલ્થ સિસ્ટમ!

તો હવે તમે સમજી ગયા હશો કે વોશરૂમ, બાથરૂમ અને ટોઇલેટ ત્રણ અલગ અલગ શબ્દો છે જેનો અર્થ અને ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. ટોયલેટ  શૌચક્રિયા માટે ઉપયોગ થાય છે. બાથરૂમ સ્નાન માટે અને વોશરૂમ એક ફોર્મલ શબ્દ છે જેનો ઉપયોગ જાહેર સ્થળોએ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Toilet Washroom Bathroom
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ