લોકો પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે નોકરી ધંધો કરતા હોય છે. પરંતુ જ્યારે કોઈ મોટી જરૂરિયાત પૂરી કરવા માંગે જેમ કે, લગ્ન કરવા, ઘર ખરીદવું, કાર ખરીદવી, ઉચ્ચ શિક્ષણ વગેરે સ્થિતિમાં લોન લેવી પડે છે, જેના માટે લોકો બેંકો તરફ એપ્રોચ કરે છે. પરંતુ અમુક વખત બેંકમાંથી પણ લોન મળતી નથી. એટલા માટે લોકો મોબાઈલ એપ્સમાંથી લોન લેવાની યોજના બનાવે છે. આ સ્થિતિમાં, જો તમે પણ કોઈપણ એપથી લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો થોડી રાહ જુઓ કારણ કે આ એપ્સ તમને છેતરી પણ શકે છે. તો ચાલો જાણીએ કે આ એપ્સમાંથી લોન લેતી વખતે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ.
- પહેલી ભૂલ
જો તમે કોઈપણ એપથી લોન લઈ રહ્યા હોવ તો ખાતરી કરો કે આ એપ નકલી તો નથી ને. તમે તે એપના રિવ્યુ વાંચી શકો છો અને તેના રેટિંગ પણ જોઈ શકો છો. તેમાં લોકો એપ વિશે જણાવે છે કે, એપ કેવી છે અને તેને રેટ પણ કરે છે. તએનાથી તમને એ જાણવામાં મદદ મળી શકે છે કે એપ નકલી છે કે અસલી.

- બીજી ભૂલ
બીજી મહત્વની વાત એ કે શરૂઆતમાં જ એપને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવશો નહીં. જો કોઈ એપ તમને લોન આપવાના બદલામાં કોઈ પ્રકારનો સરચાર્જ અથવા સર્વિસ ચાર્જ માંગી રહી છે તો તે એ વાતનો સંકેત હોઈ શકે છે કે આ એપ નકલી છે. આવી એપ્સ તમારી પાસેથી પૈસા લઈને છેતરપિંડી કરે છે અને તમને લોન પણ નથી આપતી. આવી એપ્લિકેશનોથી સાવચેત રહો.
- ત્રીજી ભૂલ
જ્યારે પણ તમે તમારા મોબાઇલ પર કોઈપણ લોન એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે તે કઈ પરમિશન માંગે છે. જો કોઈ એપ તમારા મોબાઈલમાં જરૂરી એક્સેસ માંગી રહી હોય તો તે ઠીક છે પરંતુ જો કોઈ એપ તમારી બેંકિંગ એપ અથવા એવી કોઈ એપની પરવાનગી માંગી રહી હોય જે તમારા બેંક એકાઉન્ટ વગેરેને હેક કરી શકે છે તો આવી એપ્સને તાત્કાલિક અનઇન્સ્ટોલ કરો.
- ચોથી ભૂલ
એવી એપ્સથી સાવધાન રહો જે લોન આપે છે, પરંતુ જો તમે કોઈ કારણોસર લોન ચૂકવી શકતા નથી તો તેમના માણસો તમારા ઘરે આવી શકે છે. આ સિવાય ઘણી એપ્સ તમારા મોબાઇલ પરથી તમારા સંબંધીઓ અને મિત્રોને પણ ફોન કરે છે જે તમારી છબી ખરાબ કરી શકે છે. આથી આવી એપ્સમાંથી લોન લેવાનું ટાળવું જોઈએ.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ