બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / અપનાવો આ રીત, તો સસ્તામાં બુક થઇ જશે તમારી ફ્લાઇટ ટિકિટ!

કામની વાત / અપનાવો આ રીત, તો સસ્તામાં બુક થઇ જશે તમારી ફ્લાઇટ ટિકિટ!

Last Updated: 02:28 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરોપ્લેનમાં મુસાફરી કરવી ઝડપી હોવા છતા તે મોંઘી પણ હોય છે. જો તમે પ્લેનની સસ્તી ટિકિટ બુક કરાવવા માંગતા હોવ તો તમે નીચે મુજબની ટ્રિક અપનાવી શકો છો.

જો કોઈ વ્યક્તિ લાંબા અંતરની મુસાફરી કરવા માંગતું હોય તો તેના માટે હવાઈ મુસાફરી ખૂબ જ અનુકૂળ અને ફાસ્ટ માનવામાં આવે છે. ટ્રેન કે જહાજ દ્વારા હજારો કિલોમીટરની મુસાફરી કરવામાં ઘણા દિવસો લાગે છે. જ્યારે ફ્લાઇટ દ્વારા તમે આ મુસાફરી ફક્ત થોડા કલાકોમાં પૂરી કરી શકો છો.આજના સમયમાં હવાઈ મુસાફરી ખૂબ જ મોંઘી પણ બની ગઈ છે. બીજી તરફ જો તમારી પાસે યોગ્ય સમજ હોય તો તમે કેટલીક ટિપ્સ અનુસરીને સસ્તા દરે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકો છો. તેનાથી તમારા પૈસા તો બચશે સાથે તમે તમારી મુસાફરી પણ સરળતાથી અને ઓછા સમયમાં પૂરી કરી શકશો. અમે તમને કેટલીક ખાસ રીત જણાવવું જેનાથી તમે સસ્તી ફ્લાઇટ ટિકિટ બૂક કરી શકો છો.

  • ઈન્કોગ્નિટો મોડ પર કરો સર્ચ
    કેટલીક વેબસાઇટ્સ તમારી સર્ચ હિસ્ટ્રી અને કૂકીઝને ટ્રેક કરીને ટિકિટને વધુ મોંઘી બતાવી શકે છે. આથી તમારે ફ્લાઇટ ટિકિટ બૂક કરાવતા પહેલા કૂકીઝ ડિલીટ કરી દેવી જોઈએ અથવા ફ્લાઇટ ટિકિટ બુક કરાવતી વખતે તમે ઇન્કોગ્નિટો અથવા પ્રાઇવેટ મોડનો ઉપયોગ કરી શકો છો.
  • ફ્લાઇટ કમ્પેરિઝન વેબસાઇટ્સનો કરો ઉપયોગ
    સસ્તા ભાવે ટિકિટ ખરીદવા માટે તમે ગૂગલ ફ્લાઇટ્સ અથવા અન્ય કોઈપણ ફ્લાઇટ ટિકિટ કિંમત સરખામણી માટે વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. જ્યાં તમને વિવિધ ઓપ્શન દેખાશે. જ્યાં તમને વધુ સારી ડીલ મળી રહી હોય ત્યાં તમે ટિકિટ બુક કરાવી શકો છો.
  • કેશબેક અને કૂપન કોડ્સ
    અનેક વેબસાઇટ્સ પર ફ્લાઇટ ટિકિટ બુક કરાવતી વખતે કૂપન કોડ અને કેશબેક ઑફર્સ ઉપલબ્ધ હોય છે. તમે કોઈપણ જગ્યાએથી ફ્લાઇટ ટિકિટ બૂક કરી શકો છો જ્યાં તમને સારી કેશબેક ઓફર અથવા કૂપન કોડ મળી શકે છે.

વધુ વાંચો : દેશમાં લાગુ થશે નવી ટોલ નીતિ, તે પહેલા જ તમારા ફાસ્ટેગને આ રીતે કરો અપગ્રેડ

  • અગાઉથી જ કરી લો ટિકિટ બૂક
    ઘણીવાર એવું જોવા મળે છે કે જો તમે થોડા મહિના પહેલા ફ્લાઇટ ટિકિટ બુક કરાવો છો તો તેનું ભાડું સસ્તું હોય છે. આથી થોડા મહિના અગાઉથી ફ્લાઇટ ટિકિટ બૂક કરાવવાથી તમારા ઘણા પૈસા બચી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flight Ticket Ticket Book Cheap Tickets
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ