બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 12 પાસ ઉમેદવારો તૈયાર રહેજો! CISRમાં પડી ભરતી, સેલરી 81 હજાર, ફટાફટ કરો એપ્લાય
Last Updated: 04:14 PM, 22 March 2025
કાંઉસિલ ઓફ સાઈન્ટીફિક એન્ડ અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એટલે કે CSIR-CRRE (સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)માં એ જગ્યાઓ માટે ભરતી પડી છે. જેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં જુનિયર સચિવાલય સહાયક અને જુનિયર સ્ટેનોગ્રાફરની કુલ 209 જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો CSIR-CRRE ની સત્તાવાર વેબસાઇટ, cridom.gov.in ની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોસ્ટ્સની સંખ્યા: 177
પગાર: 19,900- 63,200 રૂપિયા
પોસ્ટ્સની સંખ્યા: 32
પગાર: 25,500 રૂપિયા - 81,100 રૂપિયા
શૈક્ષણિક લાયકાત- જુનિયર સચિવાલય સહાયકની જગ્યા માટે ઉમેદવાર 12મું પાસ હોવો જોઈએ અને DOPT દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ કમ્પ્યુટર ટાઇપિંગ અને ઉપયોગમાં દક્ષતા ધરાવતો હોવો જોઈએ. જ્યારે જુનિયર સ્ટેનોગ્રાફર માટે ઉમેદવાર 12મું પાસ હોવો જોઈએ અને DOPT દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર સ્ટેનોગ્રાફીમાં દક્ષતા ધરાવતો હોવો જોઈએ.
જુનિયર સચિવાલય સહાયક અને જુનિયર સ્ટેનોગ્રાફર માટે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ.
આ જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા દ્વારા નક્કી કરાયેલ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. આ સિવાય ઉમેદવારોએ સ્ટેનોગ્રાફીમાં પ્રવીણતા પરીક્ષા પાસ કરવી પડશે, જે એક જરૂરી લાયકાત છે.
આ ભરતીની નોટીફિકેશન કહેવામાં આવ્યું છે કે, 'પસંદ કરાયેલા ઉમેદવારો ચાર્જ સંભાળ્યાની તારીખથી બે વર્ષના સમયગાળા માટે પ્રોબેશન પર રહેશે.' બાદમાં આ પ્રોબેશન સમયગાળો વધારી કે ઘટાડી પણ શકાય છે. પ્રોબેશન સમયગાળો સફળતાપૂર્વક પૂરો કર્યા બાદ ઉમેદવારોને હાલના નિયમો અનુસાર કાયમી નોકરી માટે વિચાર કરવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.